SURAT

સુરત ક્રાઈમ બ્રાન્ચે ચડ્ડી-બનીયાનધારી પારધી ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા

સુરત : સુરતના સરથાણા કેનાલ રોડથી સુરત આવતી ચડ્ડી-બનીયાનધારી પારધી ગેંગના (gang) સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગેંગને ઝડપી પાડી આંતર રાજ્ય ધાડ-ઘરફોડ ચોરીના અનેક ગુન્હાઓ ઉકેલી કાઢ્યાં છે. પોલીસને આ ગેંગના સાગરીતોને પકડીને સુરત (Surat) શહેર, આણંદ (Anad) જીલ્લા તેમજ વડોદરા શહેરની 50થી વધુ ઘરફોડ ચોરી અને વાહનચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. આટલુ જ નહીં પોલીસ તપાસ દરમિયાન એ સામે આવ્યું કે આ ટોળકીએ ગુજરાત (Gujarat), મહારાષ્ટ, ગોવા, કણાટક ,મધ્યપ્રદેશ, દીલ્લી, નોઈડા હરીયાણામાં અનેક ચોરીઓ કરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશની ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગરીતો છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ રાત્રીના સમયમા ચોરી કરી રહ્યા હતાં. જે ગેંગના સાગરીતો સરથાણા કેનાલથી સુરતમાં પ્રવેશ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવી સરથાણા કેનાલ રોડ પરથી આરોપી રાજ બાપુસીંગ પવાર(ઉવ.24, રહે મધ્યપ્રદેશ, હાલ રહે સુરત રેલ્વે સ્ટેશન ફૂટપાર્થ), અમવનાશ હીંમત સોલાંકી (ઉવ.24 રહે મધ્યપ્રદેશ, હાલ રહે સુરત રેલ્વે સ્ટેશન ફુટપાથ) સુરત ને મોટર સાયકલ અને ચોરીના સાધનો સાથે ઝડપી પાડયા હતા.

આરોપીની ધરપકડ કરી પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ ગેંગ દેશના અનેક રાજ્યમાં ચોરી, ધાડ-લૂટ, વાહનચોરીના ગુનાઓમાં સક્રિય ભૂમિકા ભજવી ચુકી છે. સુરત શહેર તેમજ ગુજરાત રાજયના અનેક જીલ્લામાં પણ આ ગેંગ ખુલ્લી જગ્યામાં પડાવ નાખી રહેતી હતી. પોલાસે વધારે જણાવ્યું કે પોતાની કરતૂત છુપાવવા માટે દીવસ દરમ્યાન આ ગેંગના લોકો ફુગ્ગા વેચવાનું કામ કરતા અને શહેરના આજુબાજુના વિસ્તારમાં રેકી કરી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરવાનું ષડયંત્ર કરતા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી ખુલ્લી જગ્યા પાસે વી.આઈ.પી બાંગલાઓ ટાગેટ કરી રાત્રીના આશરે દોઢ થી બે વાગ્યાના અરસામાં કેમેરાઓમાં ઓળખ ન થાય તે માટે બધા પોત-પોતાના કપડા કાઢી નાખી ચડી બનીયાન પહેરી લેતા હતા. કપડા પોતાની પાસેના લુગીમા વીટાળી લુગી કમરના ભાગે બાધી લેતા હતા. તેઓ હાઈડ્રોલીક ડ્રીલ તાર કાપવાનું, વાદરીપાનું, મોટા પેચીયા, હાથથી ફેરવવાનું ડ્રીલ, પાનુંતાર, કટીંગ કરવાની પકડ લોખાંડની કાનસ, વગેરે જેવા ઓજારો કોથળામાં લઈને નીકળતા હતાં. આ ઓજારો પોતાની લુગીમાં મુકી કમરના ભાગે ખોસી છુપાવી દેતા હતા. ઘરની બારીના ખીલ્લા વગેરે પેચીયા વડે તોડી નાંખતા અને તાર કટીંગ કરી બાંગલાની અંદર પ્રવેશ કરતા હતા. ત્યારબાદ પોતાના પ્લાન મુજબ ઘરની બારીના આજુ-બાજુમાં ઉભા રહી કોઈ બહારથી આવે તો અંદરના માણસને એલટ કરવાનું કામ-કાજ કરતા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક માણસો રોડની આજુબાજુમાં વોચ રાખતા હતા. તો કેટલાક માણસો પોતાની પાસે ગીલોલ રાખતા હતા અને ક્યારેક કુતરાઓ ભસે તો તે ગીલોલમાં પથ્થર મુકી કુતારાઓને મારતા હતા. લોકો જાગી જાય તો પથ્થર મારતા હતા. આ રીતે તમામ માણસો ઘરફોડ ચોરીના પોત-પોતાના કામમાં માહિર હતા. ત્યારબાદ ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. ઘરફોડ ચોરી કર્યા બાદ મોટર સાયકલ ચોરી કરતા હતા. જેથી તેમને ભાગવામાં સરળતા રહેતી હતી. સુરત શહેરમા ઉમરા ખટોદરા સરથાણા, ઉત્રાણ વગેરે વિસ્તારમાં તેમજ વડોદરા શહેરમા તેમજ આણંદ જીલ્લામા પેટલાદ, મહેળાવ બોરસદ વગેરે જગ્યાઓએ ઘરફોડ ચોરી કરી ભાગવા માટે મોટર સાયકલની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

સમય એ પ્લાન મુજબની પોતાના કપડા બદલાવીને ચડ્ડી-બનીયાન પહેરીને ચાર-પાાંચ કલાક છુપાઈ ને રહેતા હતાં. ત્યાર-બાદ રાત્રીના 1:30 થી 4 ના સમયગાળામાં બાંગલાની બારીની ગ્રીલ તોડી પ્રવેશતા અને ચોરી કરતા હતા. એટલું જ નહીં પણ કોઈ જાગી જાય તો એમના પર પથ્થર વડે હુમલો કરતા અને પોતાની પાસે ગીલોલ રાખતા, જેથી કુતરાઓ ભસતા હોય તો મારી શકાય ત્યારબાદ પરત આવીને ચડ્ડી-બનીયાન કાઢીને પોતાના કપડા પહેરી લેતા અને નજીકમા મોટરસાયકલ ની ચોરી કરી તેના પર ભાગી જતા હતા. ત્યારબાદ મોટર સાયકલ બીનવારસી મુકી પલાયન થઈ જતા હતા.

Most Popular

To Top