Vadodara

આરપીએફે ટ્રેનમાંથી ગુમ 18 વર્ષની યુવતીને માત્ર બે કલાકમાં શોધી કાઢી

વડોદરા : પશ્ચિમ રેલવેના વડોદરા મંડળની આરપીએફ  ટીમની ત્વરિત કાર્યવાહીથી ટ્રેન નંબર 12961 અવંતિકા એક્સપ્રેસમાંથી એક 18 વર્ષની યુવતીના અપહરણની કહાનીનો અંત આવ્યો હતો. બાદમાં તપાસમાં આ મામલો પરસ્પર સહમતિનો હોવાનું બહાર આવ્યું હતું આરપીએફ કંટ્રોલને સવારે 05:40 વાગ્યે માહિતી મળી હતી કે ગોધરા સ્ટેશનથી અવંતિકા એક્સપ્રેસમાંથી એક 18 વર્ષની છોકરીનું અપહરણ કરવામાં આવ્યું છે.  માહિતી મળતાની સાથે જ સમગ્ર વિભાગ સક્રિય થઈ ગયો. મંડળ રેલ પ્રબંધક અમિત ગુપ્તાએ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ત્વરિત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મદદનીશ સુરક્ષા કમિશનર શ્રી ધર્મેન્દ્ર ગુરયાનીએ  તરત જ એક ટીમ બનાવી અને મામલાની નોંધ લઈને કાર્યવાહી શરૂ કરી.

ગોધરા અને વડોદરા સ્ટેશન પર સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તથા જીઆરપીની મદદથી મોબાઈલ લોકેશન સર્ચ કરવામાં આવતા તે વડોદરાનો હોવાનું બહાર આવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં યુવતી વડોદરા સ્ટેશન પર જાતે જ નીચે ઉતરતી પણ જોવા મળી હતી.આના પરઆરપીએફ  અને જીઆરપી એ એક ટીમ બનાવીને ઝડપી કાર્યવાહી કરી અને માત્ર બે કલાકમાં બાળકીને સુરક્ષિત શોધી કાઢી. તથા જીઆરપી કસ્ટડીમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવી હતી. ડીઆરએમ ગુપ્તાએ આરપીએફ  ટીમની ત્વરિત કાર્યવાહી પર ખુશી વ્યક્ત કરતા ઈનામ આપવાની જાહેરાત કરી.

Most Popular

To Top