Dakshin Gujarat

નવસારી-વલસાડમાં પૂર: હાઈવેની હોટલ આલ્ફામાં પાણી ભરાયા, જુઓ તબાહીના દ્રશ્યો

નવસારી-વલસાડ: નવસારી અને વલસાડ જીલ્લામાં પૂરનાં કારણે સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા તારાજી સર્જાઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. પૂરનાં કારણે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. પૂરનાં કારણે સર્જાયેલી તબાહીનાં દ્રશ્યો સામે આવ્યા છે.

નવસારીનાં થાલામાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.

મધુવન ડેમનાં આ દ્રશ્યો જોઈને તમે પણ અચંબામાં પડી જશો. ભારે વરસાદનાં કારણે મધુવન ડેમમાં પાણીની આવક વધી છે. 2 વાગ્યા સુધીમાં મધુવન ડેમની સપાટી 72 મીટર નોંધાઈ છે. ડેમમાં ઇનફલો 1,06,252 કયુસેક છે જ્યારે આઉટફલો 1,20,585 કયુસેક છે.

નવસારી-વલસાડમાં પૂરની સ્થિતિનાં પગલે હાઈવેની હોટલ આલ્ફામાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે આસપાસ રહેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા.

નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યું છે. નદીના જળ સ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બુહારીમાં પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.

વલસાડમાં 15 ઇંચ વરસાદ ખાબકતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. નીચાણવાલા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તા પર જ જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનાં પગલે નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપી સેલવાસ ચોકડી પાસે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના પગલે વાહનોની લાંબી કતાર લાગી હતી.

Most Popular

To Top