Business

પહેલાં મેનુમાં સબ્જી કરે ફિક્સ, પછી એ જ કલર ડ્રેસ સાથે કરે છે મિક્સ

નવીનતા કોને ના ગમે ? અને એમાંય જ્યારે મહિલાઓની વાત આવે એટલે તો યુનિકનેસનો ભંડાર જ જોઈલો. એકના એક રૂટીનથી હરકોઈ માણસ બોર થતું હોય છે. ત્યારે અમુક એવી પણ મહિલાઓ હોય છે જેઓને દરેક વસ્તુ કંઈક હટકે કરવાની કે વિચારવાની આદત હોય છે. ચાહે તે ભલે ડેઈલી બેઝીઝ વર રસોઈની જ વાત કેમ ના હોય? વેજીટેબલ્સની વાત આવે આવે એટલે ગ્રીન ફેશ કલર આંખ સમક્ષ આવી જતો હોય છે ખરું ને ! ત્યારે અમુક મહિલાઓ આજે ક્યા કલરનો ડ્રેસ પહેરવો તે કયું શાક બનશે આધારે નક્કી કરતી હોય છે. છે ને મજેદાર, તો ચાલો મળીએ આવી મોજીલી, રંગીલી સુરતી મહિલાઓને કે જેમને શોખ છે જે સબ્જી બનાવવાના હોય એવા જ મેચિંગ કપડાં પહેરવાનો….

  • આ શોખ અંગે મારા નજીકના મિત્રોને પણ ખ્યાલ આવી ગયો : હેતલ પંડ્યા

હેતલ નીરવ પંડ્યા જણાવે છે કે, ‘’એકવાર બન્યું એમ હતું  કે છોકરાઓને સ્કૂલમાં વિવિધ શાકભાજીની થીમ બેઝ્ડ ડ્રેસ કોમ્પિટિશન હતી, જેમાં છોકરાઓ એટલા સરસ ક્લરફૂલ શાકભાજીને અનુરૂપ ડ્રેસ પહેરીને આવ્યા હતા, અચાનક મને એક દિવસ થયું આવો થીમ બેઝ્ડ ડ્રેસ મારે પણ પહેરવો જોઈએ, ત્યારથી લઈને આજ સુધી મોટાભાગના મારા ડ્રેસ મેન્યૂમાં નક્કી થયેલી શાકભાજીના ક્લરને અનુરૂપ જ પહેરું છું. અને મને આવું કરવાથી ખૂબ જ સારું ફિલ થાય છે અને હવે તો મારા આ શોખ અંગે મારા નજીકના મિત્રોને પણ ખબર પડી ગઈ છે, આથી જ્યારે પણ અમે ભેગા થઈએ ત્યારે મેં જે ક્લરનો ડ્રેસ પહેર્યો હોય એને અનુરૂપ એ લોકો તુક્કો લગાવે કે આજે રસોઈમાં હું શું બનાવવાની હોઈશ?’’

  • રસોઈ બનાવતી વખતે એક અનેરો મૂડ બને : સિધ્ધી દેસાઇ

સિધ્ધી દેસાઇ જણાવે છે કે, ‘’મને કૂકિંગનો ખૂબ જ શોખ છે. અને એમાય રસોઈમાં અવનવાં એક્સપરિમેન્ટ કરવા મને ખૂબ જ ગમે. પહેતા તો હું રસોઈ બન્યા બાદ ક્લરફૂલ ડેકોરેશન કરતી હતી, અને હવે તો એમાથી આગળ જે શાક બનાવવાની હોઉં એવા કલરના કપડાં પહેરું છું, જેમ કે એવું સવારે તો પોસિબલ ના બની શકે પણ પ્રયત્ન ચોક્કસ સાંજના જમવા ટાણે કરું છું, સાંજનું મેનૂ અગાઉથી પ્લાન થઈ જતું હોય આથી શાકભાજીની ખરીદી કર્યા બાદ ઘરે આવી શેનું શાક બનાવું એ નક્કી કરું. ત્યારબાદ હું જે તે શાકને અનુરૂપ મેચિંગ ડ્રેસ પહેરી લઉં. આવું મેં જ્યારે કર્યું ત્યારે મને ખૂબ જ સારું ફિલ થયું અને રસોઈ બનાવવાનો એક અનેરો મૂડ બન્યો. બસ પછીથી મેં વિચારી લીધું કે મારે હવે રૂટિનમાં આ પેટર્ન અનુસરવી છે.’’

  • હું શોપિંગ માટે જાઉં તો પણ ક્લરફૂલ શાકભાજીને જ ધ્યાને લઈને ખરીદી કરું : કૃતિ નાયક

કૃતિ નાયક જણાવે છે કે, ‘’હું જેવા કલરનાં કપડાં પહેરું એ જ કલરની સબજી બનાવું, આ થીયરીનું પાલન કર્યા બાદ મારી પાસે આજે જુદાજુદા કલરના ડ્રેસ થઈ ગયા છે, શરૂઆતમાં એવું પણ બનતું કે કોઈક વાર અમુક સબજી હોય એના મેચિંગ મારી પાસે ડ્રેસ નહીં હતા, આથી તે દિવસે જો મેચિંગ વિચારું તો પણ ના પહેરી શકું. જો કે હવે તો હું શોપિંગ માટે જાઉં તો પણ ક્લરફૂલ શાકભાજીને જ ધ્યાને લઈને ખરીદી કરું, આથી હવે તો મારો આખો કબાટ લાલ, લીલા, પીળા, કેસરી, સફેદ, રીંગણ, જેવા જુદાજુદા ક્લરના ડ્રેસથી ભર્યો છે.’’

  • મારે તો કહેવું જ નહીં પડે કે આજે શેની સબ્જી બનાવી? : પલક વિપુલ જોશી

પલક જોશી એકટર અને ડાન્સર છે. પલક જોશી જણાવે છે કે, ‘’અમારા જેવા કલાકારોને ના માત્ર નાટકમાં અભિનય થકી દર્શકોને મનોરંજન પૂરું પાડીએ, પણ હું તો મારી રિયલ લાઈફમાં પણ એટલી જ મોજથી જીવું છું. મને હંમેશાં કઈક અનોખું કરવાની આદત. મારા કપડાં હું તહેવારને અનુરૂપ તો પહેરું જ છું પણ થોડા વખતથી મને એવી આદત પડી છે કે હું રસોઈમાં જે શાક બનાવવાની હોઉં એને અનુરૂપ ડ્રેસ પહેરું. જેમ કે જો મેં સાંજે પ્લાન બનાવ્યો કેપ્સિકમની સબ્જી બનાવવાનો તો હું ગ્રીન કલર પહેરું છું, અને મારી આ આદતથી તો હવે મારા હસબન્ડ પણ ટેવાઇ ગયા, એ જેવા ઓફિસથી ઘરે આવે એટલે મને જોતાં જ એમને ખ્યાલ આવી જાય કે આજે મેનુમાં શેની સબ્જી છે ? અને તે મારા કપડાંને જોઈને જ કહી દે છે આજે તો સબજીમાં આ જ બન્યું હશે.’’

Most Popular

To Top