Video

ઓસ્ટ્રેલિયાના કેનબેરા એરપોર્ટ પર અચનાક ફાયરિંગ થતાં અફરાતફરીનો માહોલ

ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાના (Australia) કેનબેરા એરપોર્ટ (Canberra airport) પર ફાયરિંગની (Firing) ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફાયરિંગ બાદ ટર્મિનલના કેટલાક ભાગોને બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ઘટના બાદ તમામ ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે જાણકારી આપતા કહ્યું છે કે આરોપીએ એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો છે. અને હાલ તેને ધરપકડ કરવામાં આવી છે.

જો કે આ હુમલામાં કોઈ નુકસાનના અહેવાલ નથી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હુમલાખોર પાસેથી એક બંદૂક પણ મળી આવી છે. આ સાથે ઘટનાના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. આની નજીકથી તપાસ કરવામાં આવશે. ACT પોલીસે જણાવ્યું હતું કે લગભગ 1.30 વાગ્યે મુખ્ય ટર્મિનલ ધરાવતી બિલ્ડિંગમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ગોળીબાર બાદ ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. પરંતુ સદનસીબે આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.

એક મહિલાએ જણાવ્યું કે ગોળીબારનો અવાજ સાંભળતા જ અમે ડરી ગયા, મેં પાછળ ફરીને જોયું તો મારી પાછળ એક વ્યક્તિ ઉભો હતો, તેના હાથમાં પિસ્તોલ હતી, આ દરમિયાન કોઈએ બૂમ પાડી, નીચે ઉતરો. અને અમે ત્યાંથી ભાગ્યા. પોલીસે કહ્યું કે સાવચેતીના ભાગરૂપે ટર્મિનલ ખાલી કરાવવામાં આવ્યું છે અને સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોને આ સમયે એરપોર્ટ પર ન આવવા માટે કહેવામાં આવ્યું છે.

Most Popular

To Top