Sports

બોલિવૂડ પર ફિફા ફાઈનલનો ફીવર, શાહરૂખ પછી અર્જુન-વરુણ પણ આ ટીમને કરશે સપોર્ટ…

કતાર: ફીફા વર્લ્ડ કપ 2022 ની (Fifa World Cup 2022) ફાઇનલ મેચ (Final Match) બે વખતની વિજેતા આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે જંગી રવિવારે ખરાખરીનો જંગ થવા જઈ રહ્યો છે. આ મેચમાં વિશ્વના બે મોટા ખેલાડીઓ મેસ્સી અને કાયલિયાન એમબાપ્પે વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળવાની છે કારણ કે આ બંનેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી સંખ્યામાં છે. ભલે ભારતીય ટીમ આ રમતમાં નથી રમી રહી, પરંતુ ભારતીયોમાં ફૂટબોલ પ્રેમની કોઈ કમી નથી. ક્રિકેટ પછી ફૂટબોલ ભારતમાં એકમાત્ર એવી રમત છે જે મોટાભાગના લોકો જોવાનું અને રમવાનું પસંદ કરે છે. બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Stars) પણ ફૂટબોલના ખૂબ જ શોખીન છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પણ ફિફા વર્લ્ડ કપ જોવા કતાર પહોંચી રહી છે.

કાર્તિક આર્યન આજે સવારે કતાર સ્જટેડીયમ જવા માટે રવાના થયો
કાર્તિક આર્યન આજે સવારે કતાર સ્જટેડીયમ જવા માટે રવાના થયો છે. કાર્તિક આર્યન તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં કાર્તિકની એક તસવીર છે આ ફોટોમાં તમે જોઈ શકો છો કે કાર્તિક આર્યન ફ્લાઈટમાં મુસાફરી માટે બેઠા છે અને તેમના હાથમાં કતારની ટિકિટ પણ છે. આ સિવાય તાજેતરમાં વરુણ ધવને પણ ફૂટબોલ રમતી એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં તે આર્જેન્ટિનાની જર્સીમાં જોવા મળી રહ્યો છે.તો અર્જુન કપૂરે પણ 10નંબરની મેસ્સીની ટીશર્ટ બતાવી તેને સપોર્ટ કરી રહ્યો છે.

બોલીવુડના આ સિતારાઓ ફીફાના સપોર્ટમાં ઉતર્યા
બોલીવુડના અનેક સિતારાઓ પૈકી નોરા ફતેહી, કરિશ્મા કપૂર, શનાયા કપૂર, ચંકી પાંડે, આદિત્ય રોય કપૂર, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પણ જોવા મળવાના છે. ઉલ્લેખનીય છે કે આ ફાઈનલ મેચ દરમિયાન શાહરૂખ ખાન પોતાની ફિલ્મ પઠાણનું પ્રમોશન કરતો જોવા મળશે. જ્યારે દીપિકા પાદુકોણ ફિફા ટ્રોફીનું અનાવરણ કરતી જોવા મળશે.

અર્જુન કપૂરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યો
આ સિવાય અર્જુન કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે આર્જેન્ટિનાની જર્સી પકડીને લિયોનેલ મેસ્સી માટે ચીયર કરતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અનન્યા પાંડે આર્જેન્ટિનાને સપોર્ટ કરતી જોવા મળી હતી. આ સિવાય અભિનેત્રી કતાર પણ પહોંચી ગઈ છે. બીજી તરફ સંજય કપૂરના હાથમાં પણ જર્સી જોવા મળી છે.

Most Popular

To Top