Madhya Gujarat

ફતેપુરામાં તળાવ ઊંડા કરવાની યોજનાનો ફિયાસ્કો : તંત્ર મૌન

ફતેપુરા: ફતેપુરા નગર પાસે આવેલા તળાવમાં ગામનો કચરો ટ્રેક્ટર દ્વારા નાખી દબાણ તળાવપુરી દબાણ કરવાનો ઇરાદો જણાઈ રહ્યો છે. સરકાર દ્વારા તળાવો ઉંડા કરવાની કામગીરી પુર જોશમાં ચાલી હતી જેના ભાગરૂપે રાજ્યના ઘણા તળાવ ઊંડા કરવામાં આવ્યા છે ભૂગર્ભજળ ઉંચુ આવે અને જળ સંકટ દૂર થાય તે હેતુથી તળાવ ઊંડા કરી જળ સંગ્રહ કરી શકાય તે માટેનું સરકાર દ્વારા આયોજનો કરવામાં આવે છે ત્યારે ફતેપુરા તેમજ કરોડિયા ગ્રામ પંચાયત ધારા સરકાર ની યોજનાઓનુ ઉલ્લંઘન કરી ફતેપુરા તેમજ કરોડિયા ગામ પંચાયત વિસ્તારમાં આવેલા નગરના કચરો તેમજ મરેલા પશુઓ ઢોરઢાકરો આ તળાવમાં નાખી દેવામાં આવે છે જેના કારણે તળાવ ધીરે-ધીરે અડધા ઉપર પૂરણ થઇ ગયેલ છે અડધૂ તળાવ દબાણમાં પૂરું થઈ ગયેલ છે આમ ફતેપુરા નગરમાં આ યોજનાની એસી કે તેસી કરી સરકારી યોજના નિષ્ફળ બનાવી છે.

ફતેપુરા નગરના પાસે અડીને આવેલા તળાવમાં ફતેપુરા ગ્રામ પંચાયત તેમજ કરોડિયા ગ્રામ પંચાયત દ્વારા નગરનો કચરો મરેલા પશુઓ ગંદકી ભર્યો કચરો ઠાલવી ને તળાવને પુરી દેવાનો કારસો રચી રહ્યા છે અને દબાણ કરી તળાવનું નામ નિશાન મટાડી દેવાની યોજના જણાઈ રહી છે ત્યારે ફતેપુરા નગરવાસીઓ દ્વારા તળાવ ની જાળવણી કરવામાં આવે અને તંત્ર દ્વારા દબાણ ખુલ્લુ કરવામાં આવે અને સાફ સફાઈ કરી તળાવને ઉંડુ કરીને ગંદકી દૂર કરવામાં આવે તેમ જ નગરમાં સાફ સફાઈ કરેલો કચરો ડમ્પિંગ સાઇડ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે તળાવની નજીક જ મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલુ છે કબ્રસ્તાનમાં આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગંદકીથી ખદબદતું તળાવ તળાવ માંથી અસદ દુર્ગંધ આવતા કબ્રસ્તાનમાં આવતા લોકો અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ફતેપુરા નગર થી દૂર ડમ્પીંગ સાઈટ બનાવવામાં આવે અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને તળાવમાં કચરો નાખવામાં
ના આવે.

Most Popular

To Top