Business

ફાસ્ટટેગ, UPI.., જાણો પેટીએમની કઈ સર્વિસ બંધ થઈ?

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI)એ ગયા મહિને પેટીએમ પેમેન્ટ બેંક (Paytm Payment Bank) સામે કાર્યવાહી કરી હતી, ત્યારબાદ બેંકની તમામ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પેટીએમ પેમેન્ટ બેંક અને પેટીએમ એપના (Paytm App) નામ એક સરખા હોવાને કારણે લોકોમાં તેને લઈને ઘણી મૂંઝવણ છે. યુઝર્સને ચિંતા છે કે કઈ સેવાઓ કામ કરશે અને કઈ નહીં.

આરબીઆઈ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા અનુસાર આજે તા. 15 માર્ચ પછી પેટીએમ પેમેન્ટ બેંક સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. પેટીએમએ તેની તમામ સેવાઓ સંબંધિત એક મહત્વપૂર્ણ પેજ લાઇવ કર્યું છે. આ પેજ પેટીએમ એપ અને તેના વેબ વર્ઝન બંને પર ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કે 15 માર્ચ પછી પણ Paytmની કઈ સેવાઓ ચાલુ રહેશે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે પહેલાની જેમ તમે પેટીએમ એપની મદદથી યુઝર્સ બિલ પેમેન્ટ અને ફોન રિચાર્જ કરી શકશે. આ સેવા પહેલાની જેમ જ ચાલુ રહેશે. આ ઉપરાંત, તમે પહેલાની જેમ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મૂવી ટિકિટ અને તમારી મુસાફરીની ટિકિટ બુક કરી શકશો.

શું Paytm QR અને સાઉન્ડબોક્સ કામ કરશે?
પેટીએમ ક્યૂઆર અને સાઉન્ડબોક્સ સેવાઓ પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખશે. હવે પ્રશ્ન એ આવે છે કે શું તમે પેટીએમ પેમેન્ટ બેંક વોલેટનો ઉપયોગ કરી શકશો. 15 માર્ચ પછી તમને આ સેવા નહીં મળે. ત્યાં સુધી કંપની તેના દ્વારા બેલેન્સ ટ્રાન્સફર કરવાની સુવિધા આપતી હતી.

FASTag અને NCMC કાર્ડનો ઉપયોગ કરી શકશે તમે 15 માર્ચ સુધી આ કાર્ડનો ઉપયોગ કરી શકશો. જો કે, માત્ર હાલની બેલેન્સનો ઉપયોગ કરી શકાશે. 15 માર્ચ પછી તમે પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા જારી કરાયેલા ફાસ્ટટેગ (FASTag) અને (NCMC) કાર્ડને રિચાર્જ કરી શકશો નહીં. તમારે તેમને બંધ કરવા પડશે. આ માટે તમે બેંકને વિનંતી કરી શકો છો. જે બાદ તમે નવું ફાસ્ટેગ ખરીદી શકશો.

આ બધા સિવાય તમે યુપીઆઈ (UPI) પેમેન્ટ માટે પેટીએમ એપનો ઉપયોગ કરી શકશો. એનપીસીઆઈ (NPCI)એ થર્ડ પાર્ટી યુપીઆઈ પેમેન્ટ માટે પેટીએમને મંજૂરી આપી છે. જો કે, યુઝર્સ પેટીએમ પેમેન્ટ બેંક વૉલેટ દ્વારા કોઈપણ ચુકવણી કરી શકશે નહીં. યુઝર્સ આ એપનો ઉપયોગ થર્ડ પાર્ટી યુપીઆઈ એપની જેમ કરી શકે છે.

Most Popular

To Top