Charchapatra

પુરસ્કાર વગર શિષ્ટાચારની યાદીમાં પ્રથમ…

દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર “ ભારત રત્ન “ ઉદ્યોગપતિ રતન ટાટા શ્રીને મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ થી સમ્માનિત દાનવીર રતન ટાટાએ આ અભિયાન બંધ કરી દેવા નમ્રતા પૂર્વક વિનંતી કરી છે. આ એજ ઉદ્યોગપતિ છે જે એક (૧) ₹ ની કમાણીમાંથી ૬૬ પૈસા દેશનાં વિકાસ માટે કે મદદની ભાવનાથી દાન કરી દે છે. સન્માન પુરસ્કારથી મોટી માનવ સેવા છે એવી લાગણીશીલ તા જેમનામાં છે તેજ આવી ટ્વિટ કરી શકે.

 “ભારત રત્ન “ એવોર્ડ મેળવનાર વ્યકિત શિષ્ટાચારની યાદીમાં સાતમા ક્રમે સ્થાન મેળવે છે.ત્યારે ધનવાન ઉદ્યોગપતિઓની યાદીમાં રહેવામાં લગીરે રસ નથી એવા વિવેકી, નમ્ર રતન ટાટા સન્માન પુરસ્કાર વગર જ શિષ્ટાચારની યાદીમાં પ્રથમ અને લોકોનાં દિલમાં હંમેશા છે.

અપમાનનો બદલો ક્રોધથી કે અપમાનિત કરીને નહિ પણ મહેનત, સંકલ્પબળ અને લક્ષ્ય પ્રાપ્તિ માટે કરી સફળ થઈ શકનાર બિઝનેસ ટાયકૂન રતન ટાટા સૌને માટે ઉદાહરણ રૂપ છે. “ હું ભારતીય હોવા પર તેમજ ભારતના વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપી શકવા પર ખુદને ભાગ્યશાળી માનુ છું. “ આવી ટ્વિટ કરી  વિનમ્રતા અને દરિયા દિલી દાખવનાર – રતન ટાટાની માનવસેવા અને દેશપ્રેમ ને સલામ.

સુરત     -અરૂણ પંડ્યા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top