National

એન્જિનમાં સમસ્યા થતા નાસાએ નવા મૂન રોકેટનું લોન્ચિંગ માંડી વાળ્યું

કેપ કાર્નિવલ: ફાઇનલ લિફ્ટ ઓફની (Final lift off) તૈયારીઓ વખતે ઇંધણ (Fuel) લીક થતા અને ત્યારબાદ એન્જિનમાં (Engine) સમસ્યા સર્જાતા અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ (NASA) તેના શક્તિશાળી નવા મૂન રોકેટનું (Moon rocket) લોન્ચ આજે મોકૂફ રાખ્યું હતું. ચંદ્ર પર મોકલવા માટેના આ રોકેટની આ પ્રથમ ફ્લાઇટ થવાની હતી અને વિદેશોમાં તેણે ત્રણ ડમી ટેસ્ટ પણ કર્યા હતા.

હવે આગમી લોન્ચનો પ્રયાસ શુક્રવાર પહેલા થઇ શકશે નહીં અને તે આગામી મહિના સુધી મોકૂફ રહી શકે છે. આ ફ્લાઇટ જ્યારે શક્ય બનશે ત્યારે તે નાસાના આર્ટેમિસ પ્રોજેક્ટનું પ્રથમ લોન્ચ હશે, જે દાયકાઓ પછી અવકાશયાત્રીઓને ફરીથી ચંદ્ર પર મોકલવાના પ્રયાસના ભાગરૂપે છે. આજે સવારે લોન્ચિંગના સમયની કિંમતી ક્ષણોએ જ હાઇડ્રોજનના લીકનો બનાવ બન્યો હતો જે આ રોકેટમાં ઇંધણ તરીકે વપરાય છે. આવું જ ગળતર વસંત ઋતુમાં આ રોકેટના રિહર્સલ વખતે પણ થયું હતું. આ ઉપરાંત રોકેટના ચાર એન્જિનોમાંથી એક એન્જિનને બંધ કરવાના પ્રયાસોમાં સફળતા મળી ન હતી અને આ એન્જિન સતત ચાલુ જ રહ્યું હતું. આ રોકેટ અવકાશયાત્રીઓ સાથેની એક કેપ્સ્યુલને ચંદ્રની આજુબાજુ ભ્રમણ કક્ષામાં મૂકવાનું હતું, જે કેપ્સ્યુલ છ સપ્તાહના મિશન પછી ઓકટોબરમાં સ્પ્લેશડાઉનથી પૃથ્વી પર પરત ફરવાની હતી.

૩૨૨ ફૂટનું આ રોકેટ નાસા દ્વારા અત્યાર સુધી તૈયાર કરાયેલ સૌથી મોટું રોકેટ છે જે સેટર્ન-પ રોકેટને પણ પાછળ છોડી દે છે જે રોકેટ વડે એપોલો યાનમાં બેસીને અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા હતા. નાસાના લોન્ચ કમાન્ડર ડેરોલ નેઇલે હવે આ રોકેટનું લોન્ચિંગ ક્યારે થઇ શકશે એવા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ઇજનેરો હજી એન્જિનની સમસ્યાનું વિશ્લેષણ કરી રહ્યા છે અને ટેસ્ટ ડેટાની રાહ જોવી પડશે.

Most Popular

To Top