Dakshin Gujarat

સૈનિકોને વાંક વિના નવસારી પોલીસે પકડી પૂરી દેતાં વિવાદ

નવસારી 🙁 Navsari ) અર્ધ લશ્કર (Army) સંગઠનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારને વગર વાંકે પોલીસ (Police) સ્ટેશનમાં પૂરી રાખતા ગુજરાત અર્ધ લશ્કર સંગઠને (Paramilitary Organization) વિરોધ કરી નવસારી જિલ્લા નાયબ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું છે. ગુજરાત અર્ધ લશ્કર સંગઠને નવસારી જિલ્લા નાયબ પોલીસ વડાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અર્ધ સંગઠનના હોદ્દેદારનો કોઇપણ વાંક ગુનો નહીં હોવા છતાં ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના પ્રદેશ પ્રમુખ પટેલ દીપેશને ઘરેથી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા અને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.

ગંભીર બાબત પર યોગ્ય કાર્યવાહી કરવાની માગ
ગુજરાત પ્રદેશ મંત્રી અનિલભાઈ અને અમદાવાદ જિલ્લા પ્રમુખ વસંતભાઈને પણ રાણીપ પોલીસ સ્ટેશનમાં આખી રાત રાખવામાં આવ્યા હતા.આ સિવાય રાજ્યના અન્ય હોદ્દેદારને પોલીસ દ્વારા ટેલીફોન કરી પરેશાન કરવામાં આવ્યા હતા. જેથી આ ગંભીર બાબત પર યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. દેશની સરહદની સુરક્ષામાં તેમજ આંતરિક સુરક્ષામાં દેશ માટે સેવા આપી નિવૃત્ત જવાનોને વગર વાંકે પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા અને પોલીસ ખાતા દ્વારા જે રીતે જવાનો સાથે પ્રતાડિત વ્યવહાર કરવામાં આવ્યો છે.

પરેશાન કરવામાં ન આવે તેવા આદેશ પોલીસ ખાતાને આપવામાં આવે તેવી માંગ
ગુજરાત અર્ધ લશ્કર પરિવારને અત્યંત દુખ થયું છે. તેમજ સામાજિક રીતે તેમના સન્માનને પણ ઠેસ પહોંચી છે. જેથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં દેશના અર્ધ લશ્કર પરિવાર સાથે વગર વાંક ગુનાએ આ પ્રકારના કોઇપણ માનસિક પરેશાન કરવામાં ન આવે તેવા આદેશ પોલીસ ખાતાને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો અર્ધ લશ્કરને આ અન્યાય થયો તેના વિષે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં અર્ધ લશ્કર સંગઠન દ્વારા પ્રશાસન તેમજ સરકાર વિરોધ કાર્યક્રમ રાજ્ય અને દેશમાં કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top