Business

EDની મોટી કાર્યવાહી, આ મોટી મોબાઇલ કંપનીના 3 એક્ઝિક્યુટિવ અને એક ચીની નાગરિકની કરી ધરપકડ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દેશભરમાં મની લોન્ડરિંગ સામે જોરદાર કાર્યવાહી કરી રહ્યું છે. હવે VIVO અને LAVA જેવી મોટી કંપનીઓના નામ પણ EDના સ્કેનર હેઠળ આવ્યા છે. મંગળવારે મોટી કાર્યવાહી કરતા EDએ VIVOના 3 એક્ઝિક્યુટિવ અને LAVAના MDની ધરપકડ (Arrest) કરી છે.

ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. EDએ ચાઈનીઝ મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની Vivoના ચાર એક્ઝિક્યુટિવ્સની ધરપકડ કરી છે. Vivo Indiaના ચાર એક્ઝિક્યુટિવ્સમાં એક ચીની નાગરિકનો પણ સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ જણાવ્યું કે કંપની વિરુદ્ધ ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીએ લાવા ઇન્ટરનેશનલના સ્થાપક હરિઓમ રાયની પણ ધરપકડ કરી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા VIVOના 3 એક્ઝિક્યુટિવ્સની ધરપકડમાં એક ચીની નાગરિક પણ સામેલ છે. ચારેય આરોપીઓને ED ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરી શકે છે, જ્યાં તમામની કસ્ટડીની માંગણી કરવામાં આવશે. માહિતી અનુસાર, EDએ આ તમામ પર મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે અને PMLA એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી ગયા વર્ષના તેના દરોડા અને તપાસનો એક ભાગ છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં 3 ફેબ્રુઆરી 2022ના રોજ 48 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દિલ્હી પોલીસની એફઆઈઆર બાદ શરૂ થઈ હતી. વિવો મોબાઈલ કંપની અને તેની 23 સહયોગી કંપનીઓના સ્થળો પર EDના દરોડા પાડવામાં આવ્યા હતા. ગ્રાન્ડ પ્રોસ્પેક્ટ ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન પણ આમાં સામેલ હતું.

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે GPICPL વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ દાખલ કર્યો હતો. EDનો આરોપ છે કે ભારતમાં ઘણી કંપનીઓ રજિસ્ટર્ડ છે, જે ચીનને ફંડ ટ્રાન્સફર કરે છે. આ કંપનીઓએ અહીંથી ચીનમાં ખોટી રીતે પૈસા મોકલ્યા છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં ટેક્સની ચોરી કરતી વખતે, Vivo Mobile Indiaએ તેના અડધાથી વધુ વેચાણને ગેરકાયદેસર રીતે ચીનમાં ટ્રાન્સફર કર્યું હતું. Vivo India એ ગેરકાયદેસર રીતે 1.25 લાખ કરોડ રૂપિયા ચીનને ટ્રાન્સફર કર્યા છે.

Most Popular

To Top