National

આ નોબલ પ્રાઇઝ વિજેતાના મૃત્યુની ખબર નીકળી અફવા, દિકરીએ કહ્યું- પિતા સંપૂર્ણ સ્વસ્થ છે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા(Social Media) ઉપર કોઈપણ મુદ્દાને પ્રસરતા(Viral) વાર નથી લાગતી. ત્યારે એક અફવા(Fake News) પણ ખૂબ ઝડપથી પ્રસરી હતી કે નોબલ પ્રાઇઝ(Noble Prize) વિજેતા અમર્ત્ય સેનનું દુ:ખદ(Sad) અવસાન(Death) થયું છે ત્યારે પ્રખ્યાત અર્થશાસ્ત્રી(Economist) અમર્ત્ય સેનના(Amartya Sen) નિધનના સમાચાર અફવા સાબિત થયા છે. અમર્ત્ય સેનના નિધનના સમાચાર મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પર આવ્યા હતા જેને અમર્ત્ય સેનની પુત્રી નંદના દેબ સેને નકારી કાઢ્યા છે.

  • મંગળવારે સાંજે પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના નિધનના સમાચાર આવ્યા હતા
  • અમર્ત્ય સેનની પુત્રી નંદના દેબ સેને કહ્યું કે તેના પિતા સંપૂર્ણ સ્વસ્થ છે
  • અમર્ત્ય સેન એક મહાન અર્થશાસ્ત્રી અને ફિલોસોફર તરીકે ઓળખાય છે

પ્રખ્યાત ભારતીય અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનના નિધનના સમાચાર અફવા સાબિત થયા છે. અમર્ત્ય સેનના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર ફરતા હતા. ત્યારે જાણકારી મળી છે કે તેઓ 89 વર્ષના છે અને હજુ પણ જીવિત અને સ્વસ્થ છે. પીટીઆઈ સાથેની વાતચીત દરમિયાન અમર્ત્ય સેનની પુત્રી નંદના દેબ સેને તેમના પિતા અમર્ત્ય સેનના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા છે. અમર્ત્ય સેનની પુત્રી નંદના દેબ સેને કહ્યું કે પિતા અમર્ત્ય સેન સંપૂર્ણપણે સ્વસ્થ છે.

પીટીઆઈ સાથે વાત કરતા અમર્ત્ય સેનની પુત્રી નંદના દેબ સેને મૃત્યુના સમાચારને નકારીને કહ્યું કે તે સંપૂર્ણ સ્વસ્થ અને જીવિત છે. સાથે જ તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર આ સમાચારને ખોટા જણાવી પોતાનો પિતા સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે મંગળવારે સાંજે અમર્ત્ય સેનના નિધનના સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા.

અર્થશાસ્ત્રમાં પ્રથમ વખત નોબેલ પુરષ્કાર
તમને જણાવી દઈએ કે વર્ષ 1998માં ભારતના અમર્ત્ય સેનને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જો કે આ પહેલા પણ અનેક ભારતીયોને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જેમાં રવીન્દ્રનાથ ટાગોર, સીવી રમન, મધર ટેરેસાનો સમાવેશ થાય છે. પરંતુ, અર્થશાસ્ત્રમાં ભારતને પ્રથમ વખત આ એવોર્ડ મળ્યો હતો. આ કારણે ભારતની વિશ્વમાં ઘણી ચર્ચા થઈ હતી. તમને જણાવી દઈએ કે અમર્ત્ય સેન પછી કૈલાશ સત્યાર્થીને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top