World

ભૂકંપથી હચમચી ઉઠ્યું નેપાળ, અત્યાર સુધી 129ના મોત, અનેક મકાનો ધરાશાયી થયા

નવી દિલ્હી: નેપાળમાં (Nepal) શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના (Earthquake) કારણે તબાહી મચી ગઈ છે. 6.4ની તીવ્રતાના આ ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 129 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રૂકુમ પશ્ચિમ અને જાજરકોટમાં ભૂકંપના કારણે મોટાભાગના લોકોના મોત થયા છે. નેપાળમાં તબાહી મચાવનાર ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. બિહારના પટના અને મધ્યપ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની અસર યુપીના લખનૌમાં પણ જોવા મળી હતી, જ્યાં આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

ભૂકંપનું કેન્દ્ર નેપાળના જાજરકોટ જિલ્લાના લામિડાંડા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપના કારણે થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ બચાવ અને રાહત માટે 3 સુરક્ષા એજન્સીઓને તૈનાત કરી છે.

આ અગાઉ ગયા મહિને નેપાળમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે પહેલાં ભૂકંપનું કેન્દ્ર ડોટી હતું, જે આજના એપી સેન્ટરની નજીક છે. આનો અર્થ એ છે કે કેન્દ્રીય પટ્ટો સક્રિયપણે ઊર્જા છોડી રહ્યો છે.

નેપાળમાં ભૂકંપના આંચકા વધ્યા
નેપાળમાં છેલ્લા કેટલાક મહિનામાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. ગયા મહિને 22 ઓક્ટોબરે આવેલા ભૂકંપનું કેન્દ્ર પણ નેપાળ હતું. નેપાળમાં 4 ભૂકંપ આવ્યા હતા. ભૂકંપનો પહેલો આંચકો સવારે 7:39 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. આ પછી 8.08 મિનિટે 4.2ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. ભૂકંપનો ત્રીજો આંચકો સવારે 8.28 કલાકે અનુભવાયો હતો અને તેની તીવ્રતા 4.3 હતી. આ પછી 8:59 મિનિટે ચોથી વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Most Popular

To Top