Gujarat

‘ટૂંકા વસ્ત્રો પહેરી આવવું નહીં..’, ગુજરાતની એક સરકારી કચેરીએ ફરમાન જાહેર કર્યું

મહિલાઓના (Women) ટૂંકા વસ્ત્રો (Short Clothes) પહેરવા પર પ્રતિબંધ (Ban) મૂકાતો હોય એવું જોવા અને સાંભળવા મળ્યું છે પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે પુરુષોના ટૂંકા વસ્ત્રો (Man Short Cloth) પહેરવા પર રોક લગાવી દેવાઈ હોય. આવો કિસ્સો ગુજરાતમાં (Gujarat) બન્યો છે. અહીંની એક નગરપાલિકામાં સરકારી અધિકારીએ એવો ફરમાન કર્યો છે કે પુરુષોએ કચેરીમાં ટૂંકા વસ્ત્રો પહેરી આવવું નહીં. આણંદ પાસેના બોરીયાવીની (Anand Boriyavi) નગરપાલિકામાં આ વિચિત્ર ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. અહીં ટૂંકા વસ્ત્રો પહેરી કચેરીની અંદર પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. એટલુ જ નહિ, ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર પાસેથી દંડ વસૂલવાનો પણ નિર્ણય લેવાયો છે. આવો ફરમાન કેમ કરવામાં આવ્યો તે જાણીએ…

ખરેખર આ ફરમાન બોરીયાવી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કચેરીમાં ટૂંકા વસ્ત્રો એટલે કે કેપરી, ચડ્ડો પહેરી પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ ભૂલ કરનાર પકડાશે તો દંડ વસૂલ કરવામાં આવશે. પાલિકાની બહાર આ પ્રકારનું બોર્ડ લગાવી દેવાયું છે.

ગુજરાતની એક નગરપાલિકાનું ફરમાન, ટૂંકા વસ્ત્રો પહેરીને ઓફિસમાં આવવુ નહિ... |  Gujarat News in Gujarati

આવું ફરમાન કરવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતા ચીફ ઓફિસરે કહ્યું કે, નગરપાલિકામાં છેલ્લા કેટલાંક સમયથી કેટલાંક લોકો કોઇ કામ અર્થે આવે ત્યારે કેપરી કે ટૂંકા ચડ્ડા પહેરીને આવતાં હતા. જેથી ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીઓ ક્ષોભ અનુભવતી હતી. ટૂંકા વસ્ત્રો પહેરીને પુરુષો જેમતેમ બેસતા હતા, જેથી જોનારને પણ શરમ અનુભવાતી હતી. આ બાબત અમારા ધ્યાને આવી હતી. મહિલા કર્મીઓ ક્ષોભજનક સ્થિતિમાં ન મૂકાય તે માટે આ નિર્ણય લેવાયો છે. 

Most Popular

To Top