Comments

સારા શિક્ષણ માટે સારા શિક્ષકો પણ જોઇએ?

એક સાવ સાદુ વ્યવહારીક સત્ય વિચારો જો યુવાનને અંગ્રેજી સારૂ આવડતુ હોય અને તે ગણિત, રસાયાણ શાસ્ત્ર જીવવિજ્ઞાનમાં હોશિયાર હોય, સારી રીતે અંગ્રેજીમાં બીજાને ભણાવી શકે તેમ હોય તો તે સરકારની હંગામી વિદ્યાસહાયક, શિક્ષણ સહાયક કે એવી કોઇ પણ અંધકારમય ભવિષ્યવાળી નોકરીમાં જોડાય ખરો? અને શિક્ષણ સિવાયના વૈતરા કુટવા કે અધિકારીઓના તુક્કા પરિપત્ર સ્વરૂપે પ્રગટતા હોય ત્યાં સ્વેચ્છાએ, સહર્ષ જોડાવા થનગને ખરો? શું તે ખાનગી શાળાના શોષણ અને સંચાલકોના અહંકારની જી હજૂરી કરવા જશે? ગુજરાતના ઉચ્ચ મધ્યમવર્ગના ઘરોમાં સર્વે કરો.

શું તેઓ તેમના દિકરી દીકરા શિક્ષક – અધ્યાપક થાય તેવી કારકીર્દિનો વિચાર શુદ્ધા કરે છે? ના સાહેબ ગુજરાતમાં ઉચ્ચ મધ્યમવર્ગીના મા-બાપ ઇચ્છતા 44 નથી કે તેમના બાળકો સરકારની બીજા-ત્રીજા વર્ષની ‘ફીકસ પગાર અને અનલિમીટેડ શોષણ’ની નોકરીમાં જાય! માટે જ જરા ધ્યાનથી સરકારમાં કારકૂનથી માડીની પ્રવાસી શિક્ષક સુધીની ભરતીમાં સો-બસો જગ્યા સામે લાખો ફોર્મ ભરાય છે. પણ આ બધા જ ગરીબ-મધ્યમ સામાજીક આર્થિક વર્ગના યુવાન-યુવતીના જ છે! માટે જ ગુજરાતમાં ઉચ્ચ મધ્યમ વર્ગ અને ેતને ખુશ રાખવા માંગતા સમાચાર માધ્યમો શિક્ષકોની હંગામી, ફીકસ પગારની નોકરી માટે પ્રશ્ન જ નથી કરતા હા, ચેનલો, અખબારો આંદોલનમાં સમાચાર અને મનઘડત ચર્ચાઓ કરે છે! પણ તે શિક્ષણના પાયાના પ્રશ્ન નથી કરતા કે શું ઉત્તમ અને કાયમી શિક્ષકો એ સમાજની જરૂરિયાત નથી?

નોકરી યુવાનને જોઈએ છે પણ શિક્ષક તો સમાજને જોઇએ છે?ગુજરાતમાં શિક્ષણદિન પ્રતિદીન ખાડે જઇ રહ્યું છે ેતનું કારણ જ એ છે. હોશિયારી, તરવરીયા યુવાનોને શિક્ષક બનવાની હવે ઇચ્છા જ નથી થતી! આ લખ્યું છે તેનો મતલબ એ બિલકુલ નથી કે જે યુવક-યુવતીઓ શિક્ષક થવા માટે કે અન્ય સરકારી પદો માટે પરિક્ષાઓ આપી રહ્યા છે. પરિક્ષા પાસ કરી રહ્યા છે તે હોશિયાર-તેજસ્વી નથી! મુદ્દો એ છે કે આ આર્થિક-સામાજિક નબળા વર્ગના વિદ્યાર્થીઓ ડોકટર-એન્જિનિયર કે સી.એ., સી.એલ.ના ખર્ચાળ કોર્ષમાં જઇ નથી શકતા. તેમને માટે આ સરકારી સ્પર્ધાત્મક પરિક્ષાની લાખોની દોડમાં પિસાવા સિવાય કોઇ રસ્તો નથી.

ગુજરાતમાં શિક્ષક પસંદગીની વર્તમાન પ્રક્રિયામાં જેને ખરેખર શિક્ષક થવુ છે તેવા ઉમેદવારને કોઇ પ્રાથમિકતા નથી શિક્ષણના આખા વ્યવસાયમાં ભણાવવાની કળા, કેળવણીની સર્વગ્રહીતા કેન્દ્ર સ્થાને છે. નવા શબ્દોમાં ‘કોમ્યુનેકશન સ્કિલ’ ‘એકસસ્પ્લેનેશન પાવર’ વિષયને સમજાવવાની કળા, અભ્યાસ અને અધ્યયન અગત્યનું છે. ટેટ-ટાટની એક દિવસીય હેતુલક્ષી કસોટીઓમાં આ બાબત કયાંય ચકાસાતી નથી! માટે શકય છે ટેટ-ટાટ પરીક્ષામાં પાસ વિદ્યાર્થી ભણાવવાની બાબતમાં સાવ નબળો હોય, શિક્ષણ-વાચનમાં સાવ કંગાળ યુવાન-યુવતી ટેટ-ટાટની સ્પર્ધાત્મક પરિક્ષામાં તૈયારી કરી નોકરી મેળવી લે!

શું સમાજને સારો શિક્ષક નથી જોઈતો? આપણાં બાળકોને ઊચી ફી ભરીને જે ખાનગી શાળામાં ભણાવવા મૂકીએ છીએ ત્યાં કેવા શિક્ષકો છે તે જોવાની જવાબદારી માતા-પિતા (સમાજની) નથી? સરકારમાં કાયમી શિક્ષકની ભરતી ન થાય. તો કોણ શિક્ષણને કારકીર્દિ માટે સ્વીકારે? સરકારમાં અનિશ્ચિતતા છે તો ખાનગીમાં શોષણ છે. ગુજરાતના પ્રજાજનોએ વિચારવાનું છે. ખાસ તો તમામ સમસ્યાઓથી પોતાના કપડા ઉંચા કરી ચાલતા ઉચ્ચ મધ્યમ વર્ગે વિચારવાનું છે કે આપણે આપણાં બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવા માંગીએ છીએ. વળી અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માગીએ છીએ તો સૌ પ્રથમ અંગ્રેજી માધ્યમમાં ગણિત-વિજ્ઞાન સારી રીતે ભણાવી શકે તેવા શિક્ષકો જોઈએ. આવા શિક્ષકો દસ-પંદર હજારના શોષણથી ના મળે!

નબળા શિક્ષકોવાળી શાળામાં બાળકનું એડમિશન લેવાનું અને લાખોની ફી ભરી પર્સનલ ટયુશન બંધાવવાના! આ વિષ ચક્રને ઓળખવું પડશે! ગુજરાતમાં સત્તાધારી ભાજપના નેતાઓએ આ મુદ્દે વિચારવાની જરૂર છે ભાજપના જ એક અગ્રણી નેતા એમ કહે છે કે ખાનગી પ્રાથમિક શાળાઓ બાળકોની શરદી લૂંછવાના લાખો રૂપિયા લે છે! પણ આ વડીલ નેતાશ્રીને વિનંતી પૂર્વક પૂછવુ છે કે આના માટે જવાબદારી કોણ? જે પ્રશ્ન આ કોલમમાં વારંવાર પૂછાયો તે આપણા શિક્ષણમંત્રીશ્રીઓએ આપણાં શિક્ષણ સચિવને પૂછવો જોઇએ કે આ પ્રવાસી, નિવાસી, ઉચ્ચક, કોન્ટ્રાકટવાળા શિક્ષકો યોજનાઓ તમે કેમ બનાવો છે? શું આમા સારા તેજસ્વી યુવકો શિક્ષકમાં મળશે? જો આ પ્રાંજનઓ સારી જ છે તો પ્રથમ વર્ગના કર્મચારીઓમાં કેમ લાગુ નથી પાડતા? આપણે સચિવ સહાયક, પ્રવાસી સચિવ, નિવાસી સચિવ એવી યોજનાઓ પણ વિચારીએ!

અદ્ધરતાલ ભવિષ્યવાળી શિક્ષક ભરતી તત્કાલ રોકી દેવી જરૂરી છે! શિક્ષણ મંત્રી શ્રી થી માંડીને ભારતીય જનતા પાર્ટીના નાનામા નાના નેતાએ આ વાત વિચારવાની અધિકારીઓેને પૂછવાની છે કે ‘સારા શિક્ષક મળે તેવી યોજના કેમ બનાવતા નથી! શિક્ષક બનવાની તાલાવેલી હોય! દસમાની પરિક્ષા વખતથી જ મારે શિક્ષણ ક્ષેત્રે કારકીર્દિ બનાવવી છે તેવું વિચારનાર શિક્ષક અધ્યાપક બને તે માટે શુ કરી શકાયમાં ગુજારતમાં ‘મારે મારા પાલ્ટાને ડોકટર એન્જિનિયર બનાવવો છે તેવું વિચારનારા ઉચ્ચ-ધનિક વર્ગના વાલિઓ ‘મારો દિકરો મોટો થઇને શિક્ષક બનશે!’ એવું વિચારતા કયારે થશે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top