Gujarat

4000 ગામમાં વાઈફાઈની સુવિધા ઊભી કરાશે: દાદા

ગાંધીનગર: ડિજિટલ ઇન્ડિયા અભિયાન (Digital India campaign) અંતર્ગત રાજ્યનાં ૪૦૦૦ ગામમાં ફ્રી વાઈફાઈની (Free WiFi) સુવિધા પહોંચતી કરવામાં આવશે. આ હેતુસર રાજ્યના આ વર્ષના બજેટમાં (Budget) જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે બુધવારે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રજાજનોની જનસુખાકારી અને જનસુવિધાના રૂ.૬૨.૮૨ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, ડિજિટલ ઈન્ડિયાને દરેક ગામ સુધી પહોંચતું કરવાની નેમ છે.

પટેલે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતના વિકાસની યાત્રા અમે છેવાડાના સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતને છેલ્લાં આઠ વર્ષથી ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે. જેના પરિણામે ગુજરાત બમણી સ્પીડે આગળ વધી રહ્યું છે, સરકારે છેવાડાના અંતરિયાળ વિસ્તારો સુધી રસ્તા, વીજળી, પાણી સહિતની અનેકવિધ પ્રાથમિક અને આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.

Most Popular

To Top