Gujarat Main

ગુજરાતમાં હવે 7/12ની ડિજીટલ નકલ મળશે, આ રીતે ડાઉનલોડ કરી શકાશે મહેસૂલી રેકોર્ડના નમૂના

ગાંધીનગર: ગુરૂનાનક જ્યંતિના દિવસે ભાજપ સરકાર (BJP) ખેડૂતો (Farmers) પર મહેરબાન થઈ છે. સવારે વડાપ્રધાન મોદીએ (PM Modi) ત્રણ કૃષિ કાયદા પરત ખેંચી લેવાની જાહેરાત કરી અને ત્યાર બાદ ગુજરાતની ભાજપ સરકારે (Gujarat Government) રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના ખેડૂતો અને નાગરિકો હવે મહેસૂલી રેકોર્ડના નમૂના ઓનલાઈન (Online) મેળવી શકશે. 6, 7/12 અને 8-અની ડિજીટલ નકલ હવે કમ્પ્યૂટર પરથી જ ડાઉનલોડ કરી શકાશે. નાગરિકો ડિજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર QR Code હશે. જેને સ્કેન કરી નકલની સત્યતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ કરી શકશે. રાજ્ય સરકારે i-ORA પોર્ટલ સહિત અનેક નવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થશે.

આ રીતે AnyRoR અથવા i-ORA પોર્ટલ ચાલુ કરવાની રહેશે

મહેસૂલી રેકોર્ડના નમૂના ઓનલાઈન મેળવવા માટે નાગરિકોએ ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જવું પડશે. અહીં ચોથા નંબર પર VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ બાદ Select any one એવુ લખ્યું હશે. ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની વિગતો ખુલશે. આ વિગતોમાંથી જે પણ મહેસૂલી નમૂનાની વિગત જોઈતી હોય તેને સિલેક્ટ કરવાની રહેશે.

આ વિગતો ભરવાથી મળશે નકલ

મહેસૂલી નમૂનાની જે નકલ જોઈતી હોય તે સિલેક્ટ કર્યા બાદ વિગતોમાં 7/12 કે 8-અ ની વિગત સિલેક્ટ કરી હોય પછી નીચે જિલ્લો પસંદ કરો, બાદમાં તાલુકો પસંદ કરો, પછી ગામ સિલેક્ટ કરીને અને સરવે નંબર નાંખો. આ તમામ જરૂરી વિગતો ભર્યા બાદ નીચે કેપ્ચા કોર્ડ નાંખો. જેને ભર્યા બાદ Get record Detail પર ક્લિક કરવાથી આપને આપનો જરૂરી દસ્તાવેજ મળી જશે. જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.

Most Popular

To Top