National

રામ મંદિર પર લોકસભા-રાજ્યસભામાં લવાશે આભાર પ્રસ્તાવ, ભાજપે તેના સાંસદોને જારી કર્યો આ નિર્દેશ

નવી દિલ્હીઃ (New Delhi) બજેટ સત્રના અંતિમ દિવસે એટલે કે શનિવારે ભાજપે (BJP) પોતાના બંને ગૃહોના તમામ સાંસદોને હાજર રહેવા માટે કહ્યું છે. ભાજપે તેના તમામ રાજ્યસભા અને લોકસભા સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે શનિવારે સંસદના બંને ગૃહોમાં રામ મંદિર પર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. નિયમ 193 હેઠળ શનિવારે લોકસભામાં રામ મંદિર પર પ્રસ્તાવ આવશે. પ્રસ્તાવમાં કેટલીક ખાસ બાબતો પર ભાર મૂકવામાં આવશે. આ પ્રસ્તાવ શનિવારે જ રાજ્યસભામાં પણ આવશે.

ભાજપે વ્હીપ જારી કર્યો
તમને જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરીએ બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે લગભગ 5 વાગે 17મી લોકસભાના છેલ્લા સત્રને સંબોધિત કરશે. ભાજપે લોકસભા અને રાજ્યસભામાં તેના તમામ સાંસદોને 3 લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. વ્હીપ જારી કરીને તમામ સભ્યોને 10 ફેબ્રુઆરીએ ગૃહમાં હાજર રહેવા જણાવાયું છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા હતા.

રાજ્યસભાના સાંસદોને જારી કરાયેલા વ્હીપમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના તમામ રાજ્યસભા સાંસદોને જાણ કરવામાં આવે છે કે શનિવારે ગૃહમાં ચર્ચા અને પસાર કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ રજૂ કરવામાં આવશે. તેથી, ભાજપે તેના તમામ રાજ્યસભા સભ્યોને 10 ફેબ્રુઆરી 2024 ના રોજ આખો દિવસ ગૃહમાં ફરજિયાતપણે હાજર રહીને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા જણાવ્યું છે.

Most Popular

To Top