National

કંઝાવલા કેસઃ ગૃહમંત્રી અમિત શાહે યુવતીના મોત મામલે દિલ્હી પોલીસ પાસેથી માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ ભારતની રાજધાની દિલ્હીમાં (Delhi) કંઝાવલા (Kanjawala) કેસને લઈને ખુબ હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલે મહિલા આયોગે પણ પોલીસના રાજીનામાંની માંગ કરી હતી. તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ હવે ગૃહમંત્રી (Home Minister) અમિત શાહે (Amit Shah) દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. શાહે પણ આ કેસને લઇને યોગ્ય દિશામાં કાર્યવાહી કરવા જણાવ્યું છે.અને દિલ્હી પોલીસ પાસેથી તાબડતોડ રિપોર્ટ મંગાવ્યો છે.નવા વર્ષની રાત્રે બનેલી આ હ્રદય દ્રાવક આ દુર્ઘટના રૂહ કંપી જાય તેવી હતી.

ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક રિપોર્ટ સોંપેની સ્પષ્ટ સૂચના આપી
દિલ્હીના કંઝાવલામાં એક યુવતીના મોતથી સમગ્ર દેશ હચમચી ગયો છે. જે રીતે કાર ચાલક યુવકોએ યુવતીને રસ્તા પર કેટલાય કિલોમીટર સુધી ખેંચી ગયા હતા તે જોઈને તો બધા જ ચોંકી ગયા. જેનો વિરોધ યુવતીના પરિવાર વાળા સહીત આખો દેશ કરી રહ્યો છે. હવે આ ઘટનાને પગલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ આ કેસનો વિગતવાર રિપોર્ટ તાત્કાલિક તેમને સોંપે.

મોપેડના નંબરના આધારે યુવતીની ઓળખ ટ્રેસ કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે દિલ્હીનાકંઝાવલામાં એક યુવતીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. તેના શરીરના ઘણા ભાગો વિકૃત થઈ ગયા હતા. પોલીસનો દાવો છે કે કારમાં સવાર 5 યુવકોએ યુવતીને ટક્કર મારી હતી. પછી તેને 10થી 12 કિમી સુધી રસ્તા પર ઢસડી ગયા હતા.જેના કારણે તેનું મોત થયું હતું જ્યારે દિલ્હી પોલીસે મૃતદેહ મળ્યા બાદ તપાસ કરી તો પોલીસને ઘટનાસ્થળથી થોડે દૂર એક મોપેડ પણ પડી હતી. જે અકસ્માતમાં હતી સ્કૂટીના નંબરના આધારે યુવતીની ઓળખ ટ્રેસ કરવામાં આવી હતી.

પોલીસે FIRમાં શું લખ્યું?
આ મામલે 1 જાન્યુઆરીના રોજ સવારે 5 વાગ્યે કેસ નોંધવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં અકસ્માતનો સમય 1 જાન્યુઆરીએ સવારે 2 વાગ્યાનો નોંધવામાં આવ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પોલીસને ઘટનાસ્થળે અકસ્માતગ્રસ્ત મોપેડ અને સેન્ડલ મળી આવ્યું હતું. આ મોપેડ રેખા નામની મહિલાના નામે હતી જોકે તેણે આ મોપેડને 5 વર્ષ પહેલા વેચી દેવાઈ હતી. તપાસ દરમિયાન જ પોલીસને ખબર પડી કે કંજાવલાના જોન્ટી ગામ પાસે એક યુવતીની નગ્ન લાશ પડી છે. જે અંગે સ્થળ પરથી 3 પીસીઆર કોલ કરવામાં આવ્યા હતા.

કારની ચેસીસમાં ઘણું લોહી અને ચામડી મળી આવી હતી.
રોહિણી ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) એ આરોપીની કારની તપાસ કરી છે. કારની ચેસીસમાં ડ્રાઈવરની બાજુની સીટ તરફ આગળથી પાછળ સુધી કારની નીચે લોહી મળી આવ્યું છે. કારની નીચેથી ચામડીના ભાગો મળી આવ્યા છે. ઘણું લોહી મળી આવ્યું છે. એફએસએલ અધિકારીઓના જણાવ્યા અનુસાર કારના અંડર બોડી પાર્ટની નીચે ફસાઈ ગઈ હતી. કારમાંથી બીડી અને સિગારેટ મળી આવી છે.

Most Popular

To Top