National

અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટથી મોટો ઝટકો, EDની ધરપકડથી રાહત મળશે નહી

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલને EDની ધરપકડથી રાહત મળી શકી નથી. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને બળજબરીથી કોઈપણ વચગાળાનું રક્ષણ આપવાનો ઇનકાર કર્યો છે.

દિલ્હી દારૂ કૌભાંડમાં ED દ્વારા જારી કરાયેલા 9માં સમન્સમાં (Summons) પણ સીએમ કેજરીવાલ હાજર થયા ન હતા. કેજરીવાલે આ સમન્સ પર સવાલ ઉઠાવતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર આજે સવારથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશોએ EDને કેજરીવાલ વિરુદ્ધ પુરાવા બતાવવા કહ્યું છે. કોર્ટના ન્યાયાધીશોએ ચેમ્બરમાં ED પાસેથી ફાઇલો મંગાવી હતી.

કોર્ટે EDને એ પણ પૂછ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલ સમન્સ સામે હાજર થયા ન હતા. ત્યારે તમે તેની ધરપકડ કેમ ન કરી? સીએમ કેજરીવાલને EDએ તેમની ધરપકડ ન કરવાની શરતે પૂછપરછમાં સામેલ થવા માટે કહ્યું છે. કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટને EDને પૂછપરછ દરમિયાન તેમની ધરપકડ ન કરવાનો આદેશ આપવાની માંગ કરી હતી.

આગામી 22મી એપ્રિલે થશે સુનાવણી
અરવિંદ કેજરીવાલે ED સમન્સને પડકારતી તેમની અરજીમાં વચગાળાની રાહતની માંગ કરતી અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું કે હવે આ અરજી કેજરીવાલની મુખ્ય અરજી સાથે લિસ્ટ કરવામાં આવી છે, જેની સુનાવણી 22 એપ્રિલે થશે.

કેજરીવાલ લોકસભા ચૂંટણી લડી રહ્યા નથી: ED
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કોર્ટને કહ્યું કે સીએમ કેજરીવાલ લોકસભાની ચૂંટણી લડી રહ્યા નથી. તેમ છતાં તેઓ હાજર નથી થઈ રહ્યા. તેના પર કોર્ટે કહ્યું કે તે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ED તરફથી હાજર રહેલા એડવોકેટ એસવી રાજુએ કહ્યું કે AAPના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો અર્થ એ નથી કે તેઓ સમન્સ માટે હાજર નહીં થાય. EDએ એમ પણ કહ્યું કે સીએમ કેજરીવાલે તે પાર્ટીના આધારે નહીં પરંતુ વ્યક્તિગત રીતે આપ્યું હતું.

કેજરીવાલને ધરપકડ કરતા કોણ રોકતું હતું?
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે EDને પૂછ્યું કે જ્યારે તમે સમન્સ પછી સમન્સ જારી કરી રહ્યા હતા અને તે હાજર થતા ન હતા. ત્યારે તમને કેજરીવાલની ધરપકડ કરતા કોણ રોકી રહ્યું છે? તમને આવી સ્થિતિમાં ધરપકડ કરવાનો અધિકાર છે. ED તરફથી હાજર રહેલા એડવોકેટ ASG SV રાજુએ જવાબ આપ્યો કે અમે તેમને પૂછપરછમાં આવવા માટે કહી રહ્યા છીયે. ત્યારે અમે તેમની ધરપકડ કરી પણ શકીયે અને નહી પણ.

Most Popular

To Top