National

SBI એ EC ને સિરિયલ નંબર સાથેની ઈલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ વિગતો સોંપી દીધી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું કે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડની સંપૂર્ણ વિગતો આપી દેવામાં આવી છે. SBIના ચેરમેને કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં 18 માર્ચે આપવામાં આવેલા આદેશનું પાલન કરવામાં આવ્યું હતું. ખરીદેલા અને રોકડ કરવામાં આવેલા તમામ ઇલેક્ટોરલ બોન્ડની (Electoral Bonds) સંપૂર્ણ વિગતો ચૂંટણી પંચને આપવામાં આવી છે. કોર્ટ દ્વારા આ માટે SBIને 21 માર્ચના સાંજે 5 વાગ્યા સુધીની મુદત આપવામાં આવી હતી.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 21 માર્ચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેણે ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી ચૂંટણી પંચને સોંપી દીધી છે. SBIએ કહ્યું કે બોન્ડના સીરીયલ નંબરની માહિતી પણ આપવામાં આવી છે. SBIના ચેરમેને એફિડેવિટ ફાઈલ કરી છે કે તેમણે ચૂંટણી પંચને તમામ માહિતી આપી છે. તેમાં બોન્ડના આલ્ફા ન્યુમેરિક નંબરો પણ છે. ગત વખતે સુપ્રીમ કોર્ટે એસબીઆઈના ચેરમેનને આ માહિતી ન હોવા બદલ ઠપકો આપ્યો હતો. SBI દ્વારા એફિડેવિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર અને KYC સિવાય તમામ માહિતી આપવામાં આવી છે. SBIએ કહ્યું કે અમારી તરફથી કોઈ કસર બાકી નથી. અમે કહ્યું તેમ તેની તમામ વિગતો ચૂંટણી પંચને સોંપી દીધી છે. જણાવી દઈએ કે 18 માર્ચે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બેંકને દરેક બોન્ડના આલ્ફાન્યૂમેરિક નંબર અને સિરિયલ નંબર, ખરીદીની તારીખ અને રકમ સહિતની તમામ માહિતી આપવાનો આદેશ આપ્યો હતો.

જણાવી દઈએ કે ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના એક મહિના પછી પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સંપૂર્ણ ડેટા યોગ્ય રીતે જાહેર કરી શકી ન હતી. કોર્ટે SBIને ઠપકો આપવો પડ્યો હતો જેમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પૂછ્યું હતું કે શું બેંક કોર્ટના નિર્ણયને સમજી શકી નથી? સોમવારની સુનાવણીમાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે બેંકો અને કંપનીઓ વતી હાજર રહેલા વકીલોને નિર્દેશ આપ્યો કે એસબીઆઈને 21 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલા બોન્ડ્સ સંબંધિત તમામ ડેટા જાહેર કરી દેવાના રહેશે. બેંક દ્વારા બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપાયા બાદ હવે તે આયોગની સાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.

Most Popular

To Top