National

દિલ્હી: મચ્છરની કોઇલ સળગાવી પરિવાર નિરાંતે સૂઈ ગયો, ગૂંગળામણના કારણે 6નાં મોત

નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) એક ઘટના સામે આવી છે જ્યા એક પરિવારના (Filmy) 6 સભ્યોના મોત (Death) થયા છે. દિલ્હીમાં એક પરિવાર મચ્છરની કોઇલ (Mosquito coils) સળગાવીને સૂઈ ગયો હતો. ત્યારે અચાનક જ ઘરમાં આગ (Fire) લાગી હતી અને આગ લાગવાના કારણે ઘરમાં ધૂમાડો થયો હતો. ધૂમાડાના કારણે આખો પરિવાર ગૂંગાળાય ગયો હતો. આ ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં બની હતી.

મળતી માહિતી મુજબ, કોઇલ સળગાવીને પરિવાર સૂતો હતો. ત્યારબાદ કોઇલના કારણે ઓશીકામાં આગ લાગી હતી. આગને કારણે બે લોકોના મોત થયા હતા જ્યારે 4 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા. આ સાથે જ પરિવારના બે સભ્યોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આઈટીજી ક્રાઈમ હિમાંશુ મિશ્રાએ જણાવ્યું કે સવારે લગભગ 9 વાગ્યે થાના શાસ્ત્રી પાર્કમાં પીસીઆર કોલ આવ્યો કે શાસ્ત્રી પાર્કના માછી માર્કેટમાં એક મકાનમાં આગ લાગી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કર્યા. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે.

દોઢ વર્ષના બાળકનું પણ મોત થયું હતું
પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 પુરુષ, 1 મહિલા અને દોઢ વર્ષનો બાળક છે. સાથે જ આગમાં ખરાબ રીતે દાઝી ગયેલા બે લોકોની સારવાર ચાલી રહી છે. સળગેલા લોકોમાં એક 15 વર્ષની છોકરી અને 45 વર્ષનો પુરુષ છે. આ ઉપરાંત આશરે 22 વર્ષના એક યુવકને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે.

કોઇલ સળગાવી સૂવું આટલું જોખમી
મચ્છર ભગાડનાર કોઇલમાં DDT, અન્ય કાર્બન ફોસ્ફરસ અને જોખમી પદાર્થો હોય છે. બંધ રૂમમાં મચ્છર કોઇલ પ્રગટાવીને સૂવાથી રૂમની અંદરનો ગેસ બહાર નથી આવતો. કાર્બન મોનોક્સાઇડ આખા રૂમને ભરી દે છે કારણ કે કોઇલ સળગતી રહે છે. ઓરડામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું. ધીરે ધીરે, કાર્બન મોનોક્સાઇડ વ્યક્તિના શરીરમાં ભરાય છે, જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ગૂંગળામણને કારણે મૃત્યુનું જોખમ વધી જાય છે. એક રિસર્ચ મુજબ એક કોયલ 100 સિગારેટ જેટલી ખતરનાક છે. તેમાંથી લગભગ PM 2.5 ધુમાડો નીકળે છે, તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે.

Most Popular

To Top