Dakshin Gujarat

ડેડિયાપાડામાં હીરાના બંધ કારખાનામાંથી રૂ.૬૭ લાખના હીરા ચોરી

ડેડિયાપાડા: ડેડિયાપાડામાં (Dediapada) રક્ષાબંધનની રજા બાદ બીજા દિવસે હીરાના કારખાનું (diamond factory) ખોલતાં રૂ.૬૭ લાખના હીરા તેમજ એક લાખ રોકડાની ચોરી (One lakh cash stolen)થવાની ઘટના બનતાં ભારે સળવળાટ ઊભો થયો હતો. તસ્કરોએ તેમની તરકીબ પ્રમાણે તિજોરીમાં મૂકેલા હીરા અને રોકડા (Diamonds and cash) ઉઠાવી જતા સંદેહ કોઈક જાણભેદુ હોવાનું પોલીસને અનુમાન લગાવી રહ્યા છે.

રક્ષા બંધનની રજા હોવાથી કારખાનું બંધ હતું

ડેડિયાપાડામાં ચીકદા ચોકડી પાસે નવા બનેલા કોમ્પ્લેક્સમાં ભોંયતળિયામાં એક હીરા પોલિશ્ડ કારખાનું કાર્યરત છે. તા.૧૧ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોવાથી રજા રાખીને સંચાલકે કારખાનું બંધ કર્યું હતું. રક્ષાબંધન બાદ બીજા દિવસે કારખાનાના મેનેજરે દુકાને આવતા દરવાજાનું તાળું તૂટેલું જોતાં જ તેમને કંઈક ગરબડ થઇ છે એવો ધ્રાસ્કો પડ્યો હતો. તેમને તરત જ અન્ડર જઈને જોતાં તિજોરીનું તાળું પણ તૂટેલું દેખાયું હતું. કોઈક તસ્કરે બંધ કારખાનામાં લાખો રૂપિયાની ચોરી કરી જતા મેનેજર અને સંચાલકો હતપ્રભ થઇ ગયા હતા. સમગ્ર ઘટનાના પગલે તિજોરીના લોકરમાં મૂકેલા હીરાના ડબ્બામાં પોલિશ્ડ કમ્પ્લિટ હીરા નંગ-૪૪૮૩ તથા પોલિસિંગમાં ચાલુ હીરા નંગ-૧૧,૬૦૦ મળીને કુલ નંગ ૧૬૧૪૯ (કુલ વજન ૩૨૦.૩૮ કેરેટ) અંદાજે રૂ.૬૬,૯૯,૨૦૦ કિંમત થાય છે. ઉપરાંત એક લાખ રૂપિયા રોકડ રકમની ચોરી થઇ હતી.

કારખાનામાં cctv કેમેરા લાગ્યા ન હતા

સમગ્ર ઘટના અંગે જાણ ડેડિયાપાડા પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી. મોટી રકમનો હાથફેરો થતાં નર્મદા LCB પણ ઘટના સ્થળે આવીને તપાસના તમામ રાજ જાણવાના પ્રયાસ કર્યા હતા. FSL તેમજ સ્નીફર ડોગ્સ સ્ક્વોડને પણ તપાસ તરફ ગતિવિધિ શરૂ કરી હતી. જો કે, ચોરીનો ભેદ ઉકેલવા માટે તમામ રીતે અલગ અલગ ટીમો બનાવીને કામે લાગી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મોટી રકમની ચોરીમાં ખાસ કરીને કારખાનામાં CCTV કેમેરા ન હોવાથી ચોરોને પકડવું અતિ મુશ્કેલ બની ગયું હોય એમ લાગે છે. તેમ છતાં પોલીસ તેઓની બીજી કોઈ તરકીબમાંથી ભેદ ઉકેલવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે.

કોઈક જાણભેદુને માહિતી હોવાની શક્યતા
કારખાનામાં લાખો રૂપિયા હીરા પડેલા હોય, રોકડ રકમ પણ તિજોરીમાં મૂકેલી હોવાથી ચોક્કસ માહિતી તસ્કરો પાસે હોઈ શકે, કોઈક જાણભેદુ અને ચોરી કરતા પહેલાં આ માહિતી માટે રેકી કરી હોય એમ લાગે છે. જેને કારણે પોલીસ ચોરીનું રહસ્ય બહાર આવે તો કોઈક જાણભેદુ હોવાની પૂરેપૂરી શક્યતા

Most Popular

To Top