SURAT

સુરતની મહિલા તલાટીએ પુત્રને દાગીના સાચવવા આપ્યા અને પુત્રવધુ કળા કરી ગઈ, ત્યારે ખબર પડી જ્યારે..

સુરત: સુરતમાં (Surat) અજીબોગરીબ ઘટના બની છે. અહીં એક સાસુ (Mother In Law) પોતાના દીકરા (Son) સાથે પુત્રવધુ (Daughter In Law) વિરુદ્ધ ચોરીની (Theft) ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને (Police Complaint) પહોંચી હતી. સરકારી કર્મચારી સાસુની ફરિયાદ સાંભળી પોલીસના કાન પણ ઊંચા થઈ ગયા હતા. સાસુએ પોતાની પુત્રવધુ વિરુદ્ધ દાગીના ચોરીનો આક્ષેપ મુકી પોલીસ ફરિયાદ આપતા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે.

  • ઈરીગેશનની તલાટી દક્ષા મોદીના ઘરમાં ઘરેણાંની ચોરી
  • 1.64 લાખની કિંમતના દાગીના ચોરાયા
  • પુત્રને સાચવવા આપ્યા હતા, ચાવીથી લોકર ખોલી દાગીના ચોરી લેવાયા
  • સાત મહિના પહેલાં પરણીને આવેલી પુત્રવધુ પર સાસુ અને પતિને શંકા
  • રાંદેર પોલીસ મથકમાં પુત્રવધુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી

સમગ્ર કેસની હકીકત એવી છે કે દક્ષાબેન મહેશબાબુ મોદી 52 વર્ષીય વિધવા મહિલા છે. તેઓ ઈરીગેશન વિભાગમાં તલાટી તરીકે રામનગર અને ઓલપાડ ખાતે નોકરી કરે છે. દક્ષાબેન દીકરા પ્રશાંત અને પુત્રવધુ આયુષી સાથે સંગીન ગાર્ડનીયા દાંડી રોડ જહાંગીરાબાદ ખાતે રહે છે. દક્ષાબેને પોલીસને જણાવેલી કેફિયત અનુસાર દીકરા પ્રશાંતના આયુષી સાથે 16-5-2022ના રોજ લગ્ન થયા હતા. આયુષી સુરતની નાની મહાવીર હોસ્પિટલ ખાતે ડીએમએલટી (ડીએસએસ)નો અભ્યાસ કરે છે.

દરમિયાન ગઈ તા. 5 ઓક્ટોબર 2022ના રોજ દશેરાના દિવસે દક્ષાબેને પોતે પહેરેલા ઘરેણાં દીકરાને તેના બેડરૂમના લાકડાના કબાટના લોકરમાં સાચવીને મુકવા આપ્યા હતા. તેના એક મહિના બાદ 11 નવેમ્બરના રોજ દીકરા પ્રશાંતે જૂના ઘરેણાંમાંથી પોતાના માટે નવી ચેઈન બનાવવાની વાત કરી હતી તેથી લોકરમાં મુકેલા ઘરેણાં કાઢવા ગયા હતા, પરંતુ લોકરમાં ઘરેણાં નહોતા. તપાસ કરતા તે મળી આવ્યું નહોતું. કોઈએ ચાવીથી લોકર ખોલી દાગીના ચોર્યા હોવાનું પ્રતીત થતું હતું. સોનાના 1.60 લાખના અને 4000 રૂપિયાની ચાંદીના ઘરેણાં એમ કુલ રૂપિયા 1.64 લાખની કિંમતના ઘરેણાં ચોરાઈ ગયા હતા. આ અંગે ઘરમાં તપાસ કરી હતી, પરંતુ ઘરેણાં ક્યાંય મળ્યા નહોતા. ઘરેણાંની ચોરી પુત્રવધુ આયુષીએ જ ચોરી કર્યા હોવાની શંકા હોય તેના વિરુદ્ધ ફરિયાદ કરી છે.

બેડરૂમના લોકરમાં મુકેલા દાગીના ચોરાતા પુત્રવધુ પર શંકા
દક્ષાબેને પોતાના દીકરા પ્રશાંતને તેના બેડરૂમના કબાટના લોકરમાં દાગીના સાચવીને મુકવા આપ્યા હતા. આ બેડરૂમમાં પુત્ર અને પુત્રવધુની જ અવરજવર રહેતી હતી. વળી, લોકર ચાવીથી ખોલી દાગીના ચોરાયા હોય દક્ષાબેનને પુત્રવધુ પર શંકા છે.

Most Popular

To Top