Gujarat

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જોઇ લો ટાઈમ ટેબલ

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary Education) દ્વારા વર્ષ- 2023 માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (Exam) નો કાર્યક્રમ (Scheduled) જાહેર કર્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થઈ 28 માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી શરૂ થઈ 25મી માર્ચ પૂર્ણ થશે, તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 28 માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3-00 થી 6-30 સુધી લેવાશે. જ્યારે ધોરણ 10ની પરીક્ષા સવારે 10-00 વાગ્યાથી 1-15 કલાક સુધી લેવાશે. મહત્વનું છે કે બોર્ડની આ પરીક્ષામાં કુલ 16 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.

ધોરણ- 10ની પરીક્ષાનો કાર્યક્રમ

14 માર્ચ-2023 ગુજરાતી

16 માર્ચ-2023 સ્ટાન્ડર્ડ ગણિત

17 માર્ચ-2023 બેઝિક ગણિત

20 માર્ચ-2023 વિજ્ઞાન

23 માર્ચ-2023 સામાજિક વિજ્ઞાન

25 માર્ચ-2023 અંગ્રેજી

27 માર્ચ-2023 ગુજરાતી(દ્વિતીય ભાષા)

28 માર્ચ-2023 સંસ્કૃત/ હિન્દી

ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

14 માર્ચ-2023 ભૌતિક વિજ્ઞાન

16 માર્ચ-2023 રસાયણ વિજ્ઞાન

18 માર્ચ- 2023 જીવ વિજ્ઞાન

20 માર્ચ-2023 ગણિત

23 માર્ચ-2023 અંગ્રેજી( દ્વિતીય ભાષા)

25 માર્ચ-2023 કોમ્પ્યુટર

ધોરણ- 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ

14 માર્ચ-2023 નામના મૂળતત્વ

15 માર્ચ-2023 તત્વ જ્ઞાન

16 માર્ચ-2023 આંકડાશાસ્ત્ર

17 માર્ચ-2023 અર્થશાસ્ત્ર

20 માર્ચ-2023 વાણિજ્ય વ્યવસ્થા

21 માર્ચ-2023 ગુજરાતી( દ્વિતીય ભાષા)

24 માર્ચ-2023 ગુજરાતી ( પ્રથમ ભાષા)

25 માર્ચ-2023 હિન્દી

27 માર્ચ-2023 કોમ્પ્યુટર

28 માર્ચ-2023 સંસ્કૃત

29 માર્ચ-2023 સમાજ શાસ્ત્ર

ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ જાહેર
બોર્ડની પરીક્ષાની સાથે સાથે ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષાનું ફોર્મ ભરવાની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી બોર્ડની વેબસાઈટ પર ગુજકેટના ફોર્મ ભરી શકાશે. ગુજેક્ટની 350 રૂપિયા પરીક્ષા ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે. આ અંગે વધુ વિગત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરવામાં આવી છે. માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જીનયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો A, B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓએ કોમન ગુજરાત કોમન એન્ટ્રેસ ટેસ્ટ આપવાની રહેશે.

Most Popular

To Top