World

ચીનની વુહાન લેબમાં જ બન્યો હતો ખતરનાક કોરોના વાયરસ, અમેરિકાનો નવો ખુલાસો

નવી દિલ્હી: કોરોનાએ (Corona) જે રીતે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યું છે. વિશ્વના ઘણા દેશોએ કોરોના સામે લડવા માટે ‘રસી’ બનાવી હોવા છતાં પણ ખતરો ટળ્યો નથી. કહેવામાં આવી રહ્યું હતું કે ચીનની લેબમાંથી (China lab) જ કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. પરંતુ અમેરિકાએ (America) નવો ખુલાસો કર્યો છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાં (Wuhan) જ બનાવવામાં આવ્યો હતો. જો કે ચીને હંમેશા આ આરોપોને ફગાવી દીધા છે. પરંતુ અમેરિકન તપાસ એજન્સીઓએ ઘણા પુરાવા આપ્યા છે, જેથી કહી શકાય કે ચીનમાંથી જ કોરોના ફેલાયો છે.

અમેરિકાએ એક નવો ખુલાસો કર્યો છે
અમેરિકાના એનર્જી ડિપાર્ટમેન્ટના એક રિપોર્ટમાં નવી વાત સામે આવી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આખી દુનિયા જે કોરોના વાયરસથી ત્રસ્ત છે, તેની ઉત્પત્તિ ચીનની કોઈ લેબમાંથી થઈ હશે. જો કે આ પહેલા પણ એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ ચીનના વુહાનની લેબમાંથી લીક થયો હતો. જો કે ચીની અધિકારીઓએ ક્યારેય આની પુષ્ટિ કરી નથી. એજન્સીના જણાવ્યા અનુસાર યુએસના એનર્જી વિભાગે હાલમાં કોવિડ -19 મહામારીની ઉત્પત્તિ સંબંધિત તપાસ અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. વિભાગના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંભવ છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ બીજે ક્યાંયથી નથી થઈ, પરંતુ ચીનની કોઈ લેબમાંથી થઈ છે.

લેબમાં લીક થવાથી કોરોના રોગચાળો થયોઃ રિપોર્ટ
વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર એનર્જી ડિપાર્ટમેન્ટનો આ રિપોર્ટ નવી ઈન્ટેલિજન્સ બાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે આ અહેવાલ વધુ મહત્વપૂર્ણ એટલા માટે છે કે એજન્સી પાસે ગ્રેટ સાઈન્ટિફિક એક્સપર્ટ છે. તમને જણાવી દઈએ કે એનર્જી ડિપાર્ટમેન્ટ યુએસ નેશનલ લેબના નેટવર્કની પણ દેખરેખ રાખે છે, જેમાંથી કેટલીક બાયોલોજીકલ રિસર્ચ કરવામાં આવે છે. જો કે સિક્રરેટ રિપોર્ટ દ્વારા રિપોર્ટને નોટિફાઈ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તે તાજેતરમાં વ્હાઇટ હાઉસ અને કોંગ્રેસના અગ્રણી સભ્યોને પણ આપવામાં આવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએસ એનર્જી ડિપાર્ટમેન્ટ આ પહેલા વાયરસની ઉત્પત્તિ વિશે અનિશ્ચિત હતું. જો કે, નેશનલ ઈન્ટેલિજન્સ એવરિલ હેઈન્સના ડિરેક્ટરની ઓફિસ દ્વારા 2021ના દસ્તાવેજમાં આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે ગુપ્તચર સમુદાયે ઘણા ભાગોમાં મહામારીની ઉત્પત્તિ વિશે અલગ-અલગ નિર્ણયો લીધા છે. આ સાથએ જ ડબ્લ્યુએસજે રિપોર્ટ અનુસાર ક્લાસિફાઈડ રિપોર્ચ વાંચનાર લોકો માટે અમેરિકાના એનર્જી ડિપાર્ટમેન્ટ ‘લો કોફિડન્સ’ સાથે પોતાનો રિપોર્ટ બનાવ્યો છે. ચીનના શહેર વુહાનમાં 2019 ના અંતમાં કોરોનાવાયરસની પ્રથમ પુષ્ટિ થઈ હતી. ત્યારથી, ચીનને તેના મૂળ માટે શંકાની નજરે જોવામાં આવે છે.

Most Popular

To Top