Dakshin Gujarat

ડાંગ જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર આવી ગૌરવપ્રદ ઘટના બની

સુરત: દક્ષિણ ગુજરાતના પછાત આદિવાસી વિસ્તાર ગણાતા ડાંગ જિલ્લામાં ઈતિહાસમાં પહેલીવાર એવી ગૌરવપ્રદ ઘટના બની છે જેના લીધે ડાંગવાસીઓ ગૌરવ અનુભવી રહ્યાં છે. શિક્ષીત વર્ગ પણ આ મામલે હજુ અસમંજસમાં હોય છે અને જૂની પરંપરાને અનુસરતા હોય છે ત્યારે ડાંગના પછાત મજૂર પરિવારે ઉદાહરણીય નિર્ણય લઈ સમાજને નવી રાહ ચીંધી છે.

  • ડાંગના મજૂર પરિવારે સ્વજનના દેહના દાનનો આવકારદાયક નિર્ણય લીધો
  • વઘઇના ભેંસકાતરીની મહિલાની કિડની અને લીવર અમદાવાદ મોકલાયાં

સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે બ્રેઇનડેડ દર્દીના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ વખતે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના શ્રમજીવી પરિવારની મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાંથી પહેલી વખત કોઈના અંગોનું દાન થયું હોય એવો આ પહેલા કિસ્સો છે.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર લલીતા હનકભાઈ પવાર(ઉ.વ. 30, રહે. ઉપલું ફળિયું, ભેંસકાતરી, તાલુકો વઘઇ, જિલ્લો ડાંગ શ્રમજીવી પરિવારમાંથી આવે છે. 16 ફેબ્રુઆરીના રોજ ગામમાં અજાણ્યા વાહનના ડ્રાઇવરે ટક્કર મારતા તેમને ઇજા થઈ હતી. ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહીં ગતરોજ ન્યૂરોફિઝીશિયનોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતાં.

સિવિલના ડોક્ટરો અને સોટોની ટીમે લલિતા પવારના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. ગામડાના ગરીબ પરિવારે અંગદાનની સંમતિ આપી હતી. તેથી સિવિલ હોસ્પિટલમાં લલિતા પવારની ડિકની અને લીવર મેળવીને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. સુરતથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ દર્દીના અંગોનું દાન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top