National

‘સિતરંગ’ વાવાઝોડાએ આસામના 83 ગામોમાં તબાહી મચાવી, 10 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામ: ‘સિતરંગ’ વાવાઝોડા(Cyclone Sitrang)ને કારણે આસામમાં ભારે વિનાશ જોવા મળ્યો છે. રાજ્યના 83 ગામોના લગભગ 1100 લોકો આ વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. ભારે વરસાદને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા. રાજ્યના નાગાંવ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. અહીંના કાલિયાબોર, બામુની, સકમુથિયા ટી ગાર્ડન, બોરલીગાંવ વિસ્તારમાં ઘણા ઘરોને નુકસાન થયું છે. જો કે વાવાઝોડામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. કાલિયાબોરના ગામના વડાએ કહ્યું, “ગામના વડા તરીકે મેં આખા ગામનો પ્રવાસ કર્યો. અહીં ઘણું નુકસાન થયું છે. તેનો રિપોર્ટ હું સર્કલ ઓફિસરને મોકલી આપીશ.

ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનો રદ કરવામાં આવી
તોફાનના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં અનેક ફ્લાઈટ અને ટ્રેનો રદ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની ઘટનાને પહોંચી વળવા માટે રેલવે પણ હાઈ એલર્ટ પર છે. ગુવાહાટીમાં મંગળવારના વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તોફાનની મોટી અસર ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડમાં પણ જોવા મળી છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.

રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો
આસામમાં સોમવારે સવારે ચક્રવાતી તોફાન સિતારંગની અસર જોવા મળી હતી. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેમાં કરીમગંજ, કચર, હૈલાકાંડી અને ડિમ હસાઓ જિલ્લાનો સમાવેશ થાય છે. IMD અનુસાર, સોમવારે સવારે 3.17 વાગ્યે, સિતારંગ પશ્ચિમ બંગાળમાં સાગર દ્વીપથી 520 કિમી દક્ષિણમાં અને બાંગ્લાદેશમાં બરિસલથી 670 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત હતું. તમને જણાવી દઈએ કે, મંગળવારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું હતું કે ચક્રવાતી તોફાન સિતારંગ હવે અગરતલા અને શિલોંગ નજીક ઉત્તર-પૂર્વમાં નબળું પડી ગયું છે.

બાંગ્લાદેશમાં 11 લોકોના મોત
ચક્રવાત સિતરંગે બાંગ્લાદેશ(Bangladesh)માં તબાહી મચાવી હતી. ચક્રવાતના કારણે અહીં અત્યાર સુધીમાં 11 લોકોના મોત(Death)થયા છે. જ્યારે વાવાઝોડાને કારણે 7 રાજ્યોમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. અધિકારીઓએ હજારો લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આપત્તિ મંત્રાલયે જણાવ્યું હતું કે, બરગુના, નરેલ, સિરાજગંજ જિલ્લાઓ અને ભોલાના ટાપુ જિલ્લામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ હજારો લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.

Most Popular

To Top