Gujarat

દક્ષિણ અરબી સમુદ્રમાં વાવાઝોડુ આકાર લે તેવી સંભાવના

દક્ષિણ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ આકાર લઈને તે વાવાઝોડામાં ફેરવાઈ જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞીનિકો દ્વ્રારા ઉપગ્રહની મદદ વડે સ્થિતિ પર સત નજર રાખવામાં આવી રહી છે.આગામી ૧૪મી મેની આસપાસ આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા રાજયમાં ગાજવીજ સાથે ભાવનગર, અમરેલી અન કચ્છમાં વરસાદ થઈ શકે છે. રાજયમાં આજે દિવસ દરમ્યાન ગરમીનો પારો ૪૧ ડિગ્રીની આસપાસ રહેવા પામ્યો હતો

અમદાવાદના એરપોર્ટ પર આવેલી હવામાન કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૪૧.૧ ડિ.સે., ડિસામાં ૩૮.૮ ડિ.સે.,ગાંધીનગરમાં ૪૦.૨ ડિ.સે.,વડોદરામાં ૩૯.૬ ડિ.સે., સુરતમાં ૩૪.૬ ડિ.સે., વલસાડમાં ૩૫.૫ ડિ.સે., અમરેલીમાં ૪૦.૫ ડિ.સે., ભાવનગરમાં ૩૭.૦ ડિ.સે.,રાજકોટમાં ૪૧.૦ ડિ.સે., સુરેન્દ્રનગરમાં ૪૧.૧ ડિ.સે., ભૂજમાં ૩૮.૦ ડિ.સે. અને નલિયામાં ૩૫.૪ ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યું હતું

Most Popular

To Top