National

સિરમ ઇન્સ્ટીટ્યૂટ બાળકો માટે નોવાવેક્સ રસીનું ટ્રાયલ કરશે

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) બાળકો (CHILDREN) માટે નોવાવેક્સ (NOVAVAX) રસીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે સંસ્થા જુલાઈથી આ એન્ટી કોવિડ -19 (ANTI COVID) રસીની ટ્રાયલ શરૂ કરી શકે છે. આ સાથે સૂત્રોએ જણાવ્યું હતું કે એસઆઈઆઈ સપ્ટેમ્બર સુધીમાં કોવાવેક્સ (COVAVAX)ને ભારત લાવી શકે છે. કોવાવેક્સ એ નોવાવેક્સની સંભવિત COVID રસીનો એક પ્રકાર છે. 

સીરમ સંસ્થા દ્વારા પ્રારંભિક કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને તેઓ સિસ્ટમને સંપૂર્ણ રીતે કાર્યરત કરવા માટે પરીક્ષણો કરી રહ્યા છે જે પૂર્ણ થવાનાં અદ્યતન તબક્કામાં છે. નોવાવેકસે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે તેઓ તેને કોઈ તબીબી જર્નલમાં પ્રકાશિત કરવાની યોજના ધરાવે છે જ્યાં સ્વતંત્ર નિષ્ણાતો તેની તપાસ કરશે. નિવેદનમાં જણાવ્યા અનુસાર, રસી શરીરને કોરોનાવાયરસને ઓળખવા માટે તાલીમ આપે છે, ખાસ કરીને સ્પાઇક પ્રોટીન જે તેને આવરી લે છે, અને તેને વાયરસ સામે લડવા માટે તૈયાર કરે છે. નોવાવેક્સ એ પ્રયોગશાળામાં બનાવવામાં આવેલી પ્રોટીનની નકલોમાંથી બનાવવામાં આવે છે અને હાલમાં તે મોટા પાયે ઉપયોગમાં આવતી અન્ય કેટલીક રસીથી અલગ છે. આ રસી પ્રમાણભૂત રેફ્રિજરેટર તાપમાને સંગ્રહિત કરી શકાય છે અને તેનું વિતરણ પણ સરળ છે. 

અમારી રસી ભારે અસરકારક અને વિવિધ પ્રકારના વેરિઅન્ટ્સ સામે પણ રક્ષણ આપે છે: નોવાવેક્સ

આ રસી બધુ મળીને લગભગ 90 ટકા જેટલી અસરકારક છે અને પ્રાથમિક ડેટા સૂચવે છે કે તે સલામત છે એમ કંપનીએ જણાવ્યું છે. જ્યારે અમેરિકામાં કોવિડ-19 સામેની રસીની માગ નાટ્યાત્મક રીતે ઘટી ગઇ છે ત્યારે વિશ્વમાં અન્યત્ર વધુ રસીઓની જરૂરિયાતો તીવ્ર જ રહી છે. નોવાવેકસ રસી, કે જે સંગ્રહ કરવામાં અને પરિવહન માટે સરળ છે, તે વિકાસશીલ વિશ્વમાં રસીના પુરવઠાને વેગ આપવામાં અગત્યનો ભાગ ભજવી શકે છે. જો કે તે મદદને હજી મહિનાઓની વાર છે, અલબત્ત. કંપની જણાવે છે કે તે અમેરિકા, યુરોપ અને અન્યત્ર આ રસીના ઉપયોગને મંજૂરી માટે સપ્ટેમ્બરના અંત સુધીમાં મંજૂરી મેળવવાની યોજના ધરાવે છે અને તે ત્યારબાદ મહિને 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવા સક્ષમ બનશે.

નોવાવેક્સના પરિક્ષણમાં અમેરિકા અને મેક્સિકોમાં 18 વર્ષ કે તેથી વધુ વયના લગભગ 30000 લોકોને શામેલ કરવામાં આવ્યા હતા. આમાં રસી લેનારાઓને કોવિડ-19 થયો હોવાના 77 કેસ થયા હતા, જેમાંથી રસી લેનારા જૂથમાંથી 14 જ કેસ હતા જ્યારે બાકીના કેસ ડમી રસી લેનારામાં હતા. રસી લેનારમાંથી કોઇને પણ મધ્યમ કે ગંભીર રોગ થયો ન હતો. આ રસી યુકેમાં પ્રથમ દેખાયેલ વેરિઅન્ટ સામે પણ એટલી જ અસરકારક જણાઇ છે. આમાં આડઅસર પણ ખૂબ મર્યાદિત જણાઇ છે.

Most Popular

To Top