વલસાડના યુવાનોમાં કોરોના સંક્રમણ સૌથી વધુ ગંભીર

valsad : વલસાડ જિલ્લામાં સતત 10માં દિવસે પણ કોરોનાના ( corona) 100થી વધુ કેસ નોંધાયા છે. રવિવારે 117 કેસ અને 6 દર્દીના મોત નિપજ્યા છે. નવા નોંધાયેલા કેસમાં 83 પુરુષ અને 34 મહિલાનો સમાવેશ થાય છે. જોકે રાહતની બાબત એ છે કે 74 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 3520 કેસ નોંધાયા છે, 2111 સાજા થયા છે, 1136 સારવાર હેઠળ છે, જ્યારે કોરોનાથી 33 અને કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર 240 લોકોના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 87,662 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 84,142 નેગેટિવ ( negetive ) અને 3520 પોઝિટિવ ( positive) નોંધાયા છે.


જિલ્લામાં રવિવારે નોંધાયેલા મોતમાં વલસાડ તાલુકામાં સેગવી વાડ ફળીયાની 50 વર્ષીય મહિલા, પારડીના ભોઈ ફળીયા સુખલાવની 50 વર્ષીય મહિલા, ઉમરગામમાં વાણિયાપાડા ફળીયાની 36 વર્ષીય મહિલા, ધરમપુરમાં ઓઝર પીપડાફળીયાની 46 વર્ષીય મહિલા, કપરાડામાં કોઠાર નિશાળ ફળીયાનો 52 વર્ષીય પુરુષ અને નાનાપોંઢા ભીંસરા ફળીયાના 62 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.

રવિવારે વલસાડ જિલ્લામાં કોરોનાના 117 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં 70 કેસ છે. આ 70 કેસમાં 44 કેસ તો યુવાવર્ગ સંક્રમિત થયો છે. જેમાં 30 યુવકો અને 14 યુવતીનો સમાવેશ થાય છે. ખાસ કરીને આ 44 કેસમાં સૌથી નાની ઉંમર 15 અને વધુ 50ની છે. આજનો આ આંકડો યુવાવર્ગ માટે ગંભીર છે. હજુ પણ યુવાવર્ગે ચેતવું જોઈએ. કોરોના એ આપણો કોઈ સગો નથી, માટે ઘરમાં રહો, કોઈ કામ વગર બહાર નિકળશો નહી, હંમેશા માસ્ક અને સેનિટાઈઝરનો અવશ્ય ઉપયોગ કરતા રહો.

કયા તાલુકામાં કેટલા કેસ
વલસાડ… …70
પારડી… 06
વાપી… 01
ઉમરગામ 33
ધરમપુર …05
કપરાડા 02

અત્યાર સુધીમાં કયા તાલુકામાં કેટલા કેસ
વલસાડ… 1617
પારડી… 424
વાપી…… 628
ઉમરગામ… 391
ધરમપુર ………285
કપરાડા… 175

Related Posts