SURAT

આ આંકડો જોતા આગામી દિવસોમાં સુરત નવી સિવિલ હોસ્પિ. કોરોનાથી ફુલ થઇ જાય તો નવાઇ નહીં

સુરત : સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રોજ 700થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. જેમાંથી 100થી વધુ દર્દીઓ હોસ્પિ.માં સારવાર લઇ રહ્યા છે. હાલમાં શહેરની મોટાભાગની પ્રાઇવેટ હોસ્પિ. ફૂલ થઇ ગઇ છે. ડોક્ટરોએ લોકોને કોરોનાથી સાવચેત રહેવા માટેની સલાહ આપી છે. ખાનગી હોસ્પિ.માં આ વખતે 30 વર્ષ કે તેથી વધુ વયના લોકોનો રાફડો ફાટયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોરોનાની આખી પેટર્ન બદલાઈ ગઈ છે. રાહતની વાત માત્ર એટલી જ છે કે આ વખતે કોરોનામાં મોતનો દર નીચો છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાએ માર્ચ માસમાં જ ફરી ગતિ પકડી છે. સુરતમાં કોરોનાના કેસની સંખ્યા 600થી પણ વધુ થઈ જતાં તબીબોની ચિંતા વધી ગઈ છે. સરકારી હોસ્પિ. હોય કે પ્રાઇવેટ, તમામ નાની-મોટી ખાનગી હોસ્પિ. પણ ફુલ થઈ રહી છે. સુરતની જાણીતી હોસ્પિ. પૈકી મહાવીર હોસ્પિ., મિશન હોસ્પિ., કિરણ હોસ્પિ. અને અન્ય વરાછા વિસ્તારોની હોસ્પિ.માં 70 ટકા બેડ ફૂલ થઇ ગયા હોવાની માહિતી મળી છે. કોરોના મામલે હાલમાં સુરત જ્વાળામુખીની ટોચ પર આવી ગયું છે. કોરોનાના વધતાં કેસને કારણે ડોક્ટરો ફરી મુંઝવણમાં મુકાઇ રહ્યા છે. મોટાભાગના લોકો સ્પેશ્યલ રૂમની માંગણી કરી રહ્યા છે. નાણાં ખર્ચવા છતાં પણ હોસ્પિ.માં જગ્યા મળી રહી ન હોવાની બૂમો પડી રહી છે.

મોટાભાગે 30 થી 50 વર્ષની ઉંમરના દર્દીઓમાં ભરખમ વધારો
પ્રાઇવેટ ડોક્ટરોના કહેવા પ્રમાણે હાલમાં જે દર્દીઓ આવી રહ્યા છે તેમાં મોટાભાગે યંગસ્ટર્સ છે. આવા દર્દીઓની સંખ્યા 30 થી 50 વર્ષ સુધીની જોવા મળી રહી છે. અગાઉ કો-મોર્બિડ બિમારી ધરાવતા મોટી ઉંમરના લોકોને પણ કોરોના વધારે અસર કરતો હતો પરંતુ હાલની સ્થિતિ જોતા યંગસ્ટર્સને કોરોના વધુ અસર કરી રહ્યો છે.

રેપિડ ટેસ્ટ નેગેટિવ, આરટીપીસીઆર નેગેટિવ અને એચઆરટીસી પોઝિટિવ તેવા પણ અસંખ્ય કેસ
કોરોનામાં સરકારે હાથ ધરેલા સધન પ્રયાસ વચ્ચે ઘણી વખત રેપિડ ટેસ્ટ તેમજ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે છે. જેને કારણે લોકો રાહતનો દમ ખેંચે છે, પરંતુ આ ટેસ્ટ કરાવ્યાના ગણતરીના દિવસો પછી છાતીના સિટી સ્કેન દરમિયાન હવે કોવિડ પોઝિટિવ કેસો અસંખ્ય આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો ઇન્જેકશન સાથે કોન્ટ્રાક્સ આપી સિટી સ્કેન કરાવવો પડે તેવી નોબત આવી પડી છે.

નવી સિવિલ હોસ્પિ.ની 1000 હોસ્પિ.ની બેડની હોસ્પિ.માં 50 ટકા ફૂલ
નવી સિવિલ હોસ્પિ.ના ડોક્ટરોના કહેવા પ્રમાણે કોરોનાની મહામારી શરૂ થઈ ત્યારબાદ નવી કોવિડ-19 હોસ્પિ. તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક સાથે 1000 દર્દીઓ સારવાર લઇ શકે તેવી વ્યવસ્થા કરાઇ હતી. નવી સિવિલ હોસ્પિ.ના તબીબોના જણાવ્યા મુજબ હાલ કોવિડ ઓપીડીમાં જેટલા પેશન્ટો આવી રહ્યા છે તે પૈકી દરરોજ નવા 80 થી 100 પેશન્ટો એડમિટ કરાઇ રહ્યા છે. આ ફિગર જોતા આગામી દિવસોમાં સુરત નવી સિવિલ હોસ્પિ. પણ કોરોનાથી ફુલ થઇ જાય તો નવાઇ નહીં.

માત્ર નવી સિવિલ હોસ્પિ. અને સ્મીમેર હોસ્પિ.માં ગંભીર દર્દીઓની સંખ્યા 285થી વધુ
સુરતની સરકારી હોસ્પિ. ગણાતી નવી સિવિલ હોસ્પિ. અને સ્મીમેર હોસ્પિ.માં હાલમાં દર્દીઓની સંખ્યા 450ને પાર કરી ગઇ છે. નવી સિવિલ હોસ્પિ.માં 241 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જ્યારે સ્મીમેર હોસ્પિ.માં 143 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ બંને હોસ્પિ.માં ગંભીર ગણાતા દર્દીઓની સંખ્યા 285 જોવા મળી રહી છે. આ આંકડો આગામી દિવસોમાં વધે તેવું ડોક્ટરો કહી રહ્યા છે. માત્ર બે જ દિવસમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિ.માં 200 થી વધુ દર્દીઓ દાખલ થયા હતાં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top