બજેટ સત્ર પહેલા સંસદમાં કોરોનાનો વિસ્ફોટ, ઉપરાષ્ટ્રપતિ સહિત 875 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

નવી દિલ્હી: દેશમાં કોરોનાની (corona) ત્રીજી લહેરે (third wave) પીક પકડી છે. ત્યારે દેશમાં 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર (Budget session) પર પણ કોરોનાની ત્રીજી લહેરના વાદળ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સંસદના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ (Vice President Venkaiah Naidu) કોરોના સંક્રમતિ આવ્યા છે તેમની સાથે જ સંસદના 875 કર્મચારીઓને પણ ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સરકારની નવી માર્ગદર્શિકા (guideline) અનુસાર સંસદમાં (Parliament) 50 ટકાની ક્ષમતા સાથે સભ્યોને બોલવામાં આવશે. 31 જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ કરવામાં આવશે જે 8 એપ્રિલે સમાપ્ત થશે.

4 થી 8 જાન્યુઆરીની વચ્ચે રાજ્યસભામાં 65, લોકસભામાં 200 લોકો કોરોના સંક્રમિત
20 જાન્યુઆરી સુધી 2,847 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 875 સંસદીય કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ (Positive) આવ્યા હતા. જ્યારે રાજ્યસભા સચિવાલયમાં કુલ 915 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 271 પોઝિટિવ મળી આવ્યા હતા. દરમિયાન 4 થી 8 જાન્યુઆરીની વચ્ચે રાજ્યસભા સચિવાલયમાં 65 લોકો, લોકસભા સચિવાલયમાં 200 અને અન્ય સેવાઓમાં 133 લોકો કોરોના ચેપગ્રસ્ત જોવા મળ્યા હતા.

કોવિડ પ્રોટોકોલ સાથે બજેટ સત્ર શરૂ કરવામાં આવશે
દેશમાં કોરોનાના કેસોની વધતી સંખ્યાને જોતા બજેટ સત્રમાં કડક કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. કોવિડના વધતાં કેસોને ધ્યાને રાખીને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક સાથે ચાલશે અથવા અલગ અલગ પાળીમાં તેના પર હજૂ નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત, નવી ગાઈડલાઈન અનુસાર આ મહિનાના અંત સુધીમાં 50 ટકા અધિકારીઓ અને સભ્યોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે વિકલાંગ અને ગર્ભવતી મહિલાઓને ઓફિસ આવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન અનુસાર ભીડને ટાળવા માટે સચિવાલયના ખોલવાના અને બંધ થવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે
રવિવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કોરોના રિપાર્ટ પોઝિટિવ આવ્યો હતો. વેકૈયા નાયડુ બીજી વખત કોરોના સંક્રમતિ થયા છે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે તેઓ બુધવારે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપી શકશે નહીં. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે કહ્યું કે ‘ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કોવિડથી સંક્રમિત થયા છે. હાલ તેઓ હૈદરાબાદમાં છે અને તેઓ એક અઠવાડિયા સુધી હોમ આઈસોલેશનમાં રહેશે. તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને આઈસોલેટ થવા અને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

31 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી ચાલશે બજેટ સત્ર
દેશમાં 31 જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે જે 8 એપ્રિલ સુધી ચાલુ રહેશે. જ્યારે રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભા સંયુક્ત બેઠકનું સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યાર બાદ એક મહિનાની રજા બાદ સત્રનો બીજો તબક્કો પણ 14 માર્ચના રોજ શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.

આ અગાઉ પણ એક સત્ર એવું હતું જે કોવિડ પ્રોટકોલ અંતર્ગત ચાલ્યું હતું. વર્ષ 2020નું ચોમાસું સત્ર પહેલું એવું સત્ર હતું, જે કોવિડ પ્રોટોકોલ અંતર્ગત સંપૂર્ણ ચાલ્યું હતું. આ દરમિયાન પણ સંયુકત સભા ચાલતી હતી. જેમાં રાજ્યસભાની કાર્યવાહી દિવસના અડધા સમય અને લોકસભાની કાર્યવાહી અડધા સમય ચાલી હતી. આવી જ રીતે કોવિડનું પ્રોટોકોલ 2021ના બજેટ સત્ર પણ પાલન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે બંને બજેટ સત્રનો બીજો ભાગ, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર પહેલાની માફક આયોજિત થયું અને બંને સદનની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી પ્રારંભ થઈ હતી.

Most Popular

To Top