Halol

હાલોલ રૂરલ પોલીસની કાર્યવાહી: સાત મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો

હાલોલ, તા. 22 એપ્રિલ 2026

પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ હાલોલ રૂરલ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી. તે મુજબ સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે બાતમી મળી હતી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી રુદ્ર ઉર્ફે રાજ હિતેશભાઈ જયસ્વાલ (રહે. જાંબુઘોડા, કુંભાર ફળિયા) પોતાના ઘરે હાજર છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન આરોપી પોતાના ઘરે મળી આવતા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી દ્વારા હાલોલ રૂરલ પોલીસે છેલ્લા અંદાજે સાત મહિનાથી ફરાર રહેલા આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે, જેને લઇ પોલીસ તંત્રની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top