National

કોંગ્રેસને 1,745 કરોડ રૂપિયાની નવી ટેક્સ નોટિસ, કુલ આંકડો 3 હજાર કરોડને પાર

લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election) પહેલા કોંગ્રેસ પાર્ટીને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઈન્કમટેક્સ વિભાગે (Income Tax Department) ફરી એકવાર કોંગ્રેસને નવી નોટિસ મોકલી છે. આ નોટિસ દ્વારા કોંગ્રેસ પાસેથી આકારણી વર્ષ 2014-15 થી 2016-17 માટે 1,745 કરોડ રૂપિયાના ટેક્સની માંગણી કરવામાં આવી છે. આ રકમ સહિત આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસેથી કુલ રૂ. 3,567 કરોડના ટેક્સની માંગણી કરી છે.

3,567 કરોડના ટેક્સની ડિમાન્ડ
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર આવકવેરા વિભાગ તરફથી નવી નોટિસ મળી છે જેના દ્વારા આકારણી વર્ષ 2014-15 થી 2016-17 માટે રૂ. 1,745 કરોડના ટેક્સની માંગણી કરવામાં આવી છે. સૂત્રોએ રવિવારે આ માહિતી આપી હતી. આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસેથી કુલ રૂ. 3,567 કરોડના ટેક્સની માંગણી કરી છે.

રાજકીય પક્ષોને અપાતી કરમુક્તિ સમાપ્ત થઈ
પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આવકવેરા વિભાગની નવીનતમ નોટિસ 2014-15 (આશરે રૂ. 663 કરોડ), 2015-16 (આશરે રૂ. 664 કરોડ) અને 2016-17 (આશરે રૂ. 417 કરોડ) સાથે સંબંધિત છે. સૂત્રોએ જણાવ્યું છે કે સત્તાવાળાઓએ રાજકીય પક્ષોને આપવામાં આવતી કર મુક્તિ સમાપ્ત કરી દીધી છે અને પક્ષ પર ટેક્સ લાદ્યો છે.

જણાવી દઈએ કે કોંગ્રેસે ગયા શુક્રવારે માહિતી આપી હતી કે તેને આવકવેરા વિભાગ તરફથી એક નોટિસ મળી છે જેમાં તેને લગભગ 1,823 કરોડ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. પાર્ટીએ કહ્યું હતું કે સત્તાવાળાઓએ પાછલા વર્ષોથી સંબંધિત કરની માંગણીઓ માટે પાર્ટીના ખાતામાંથી 135 કરોડ રૂપિયા ઉપાડી લીધા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે 135 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે અને આ મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે.

Most Popular

To Top