Gujarat

સ્પર્શ મહોત્સવ’માં રત્નસુંદરવિજય મહારાજ સાહેબનાં કોંગ્રેસ આગેવાનોએ આશીર્વાદ લીધા

અમદાવાદ: અમદાવાદ ખાતે રત્નસુંદરસૂરીશ્વર મહારાજ સાહેબનાં ૪૦૦માં પુસ્તક સ્પર્શના વિમોચન પ્રસંગે આયોજીત સ્પર્શ મહોત્સવમાં પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સાથે અનેક સિનિયર આગેવાનોએ મુલાકાત લઈ રત્નસુંદરવિજય મહારાજ સાહેબનાં આશીર્વાદ મેળવ્યા હતા.

પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગિરનારની ભવ્ય પ્રતિકૃતિમાં પ્રસ્થાપિત ભગવાન નેમિનાથજીની ભવ્ય મૂર્તિનાં દર્શન કરી વંદન કર્યા હતા. સાથોસાથ રાષ્ટ્રનિર્માણ માટે પક્ષાપક્ષીથી દૂર રહીને કેવી રીતે કામ કરી શકાય તે અંગે મહારાજ સાથે વાત થઈ અને તેમના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી તેમજ આગામી દિવસોમાં કેવી રીતે સંસ્કૃતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરી શકાય તે અંગે આશીર્વાદ મેળવ્યા હતા.

‘સ્પર્શ મહોત્સવ’માં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, ડૉ.મનીષ દોશી, હિરેન બેન્કર, ઉપપ્રમુખ પંકજ શાહ સહિત અનેક અગ્રણીઓએ મુલાકત લઈ મહારાજ સાહેબના આર્શીવાદ મેળવ્યા હતા.

Most Popular

To Top