Gujarat

‘દાદા’એ નવી દિલ્હીમાં પીએમ, રાષ્ટ્રપતિ સહિત કેન્દ્રિય નેતાગીરી સાથે બેઠક કરી

ગાંધીનગર: રાજયના મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીની (New Delhi) મુલાકાત દરમ્યાન પીએમ (PM) નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત ભાજપની કેન્દ્રિય નેતાગીરી સાથે મહત્વની બેઠકોનો દોર યોજીને ગુજરાતના વિકાસ પ્રોજેકટ ઝડપથી આગળ વધારાશે, તેવી કટિબદ્ધતા વ્યકત્ત કરી છે.

સીએમ પટેલે આજે સાંજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મહત્વની મુલાકાત કરીને તેમની સાથે ગુજરાતના વિકાસ પ્રોજેકટ અને વિકાસલક્ષી આયોજન અંગે માર્ગદર્શન મેળવ્યુ હતું. પટેલે આ મુલાકાત દરમ્યાન પીએમ મોદીને કચ્છીશાલ ઓઢાડીને તેમનું અભિવાદન કર્યુ હતું. એટલું જ નહીં સતત 2જી ટર્મ માટે મૂકેલા વિશ્વાસ બદલ ગુજરાતનો સર્વાગી વિકાસ થાય, વિકાસ પ્રોજેકટ તેજ ગતિએ આગળ વધે તેવી કટીબદ્ધતા દોહરાવી હતી. મુખ્યમંત્રી પટેલે નવી દિલ્હીની મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ બેઠકમાં પટેલે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ મુ્ર્મુનું જીવન સમાજના નબળા વર્ગના સશક્તિકરણ માટે સમર્પિત રહ્યું છે. મને ખાતરી છે કે તેઓ દેશ અને સમાજને વધુ મજબૂત બનાવવામાં અસરકારક ભૂમિકા ભજવશે. ત્યાર બાદ પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ મુલાકાત કરી હતી. દિવસ દરમ્યાન પટેલે વધુમાં કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ તથા રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.

Most Popular

To Top