Gujarat

પર્યાવરણ પ્રિય લાઇફસ્ટાઇલ રોજીંદા જીવનમાં અપનાવવી – મુખ્યમંત્રી

ગાંધીનગર: પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ રોજિંદા જીવનમાં અપનાવીને દરેક ક્ષેત્રે પર્યાવરણના વિચાર સાથે સંતુલિત વિકાસનું મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આહવાન કરતાં કહ્યું હતુ કે જંગલો (Forest) ઓછા થવાથી પૃથ્વી પરનું સમગ્ર ઋતુચક્ર બદલાઇ ગયું છે. કમોસમી વરસાદ, અતિશય ગરમીનું ઊંચું તાપમાન, ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જ ની માનવજીવનના સ્વાસ્થ્ય-તંદુરસ્તી પર અસર પડે છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં ર૦ જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા સાથે એગ્રો ફોરેસ્ટ્રીનો વ્યાપ વિસ્તારી આવનારા વર્ષોમાં પ૭પ૦ ચોરસ કિલોમીટર વિસ્તારને તેમાં આવરી લેવાની નેમ છે.

આજે આંતરરાષ્ટ્રીય વન દિવસના ઉપલક્ષ્યમાં મહાત્મા મંદિર ખાતે વન વિભાગ આયોજિત એગ્રો ફોરેસ્ટ્રી આધારિત FPO ના વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીની થીમ ”ફોરેસ્ટ એન્ડ હેલ્થ” રાખવામાં આવી હતી.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતુ કે ‘વસુધૈવ કુટુંબકમ’ સમગ્ર વિશ્વ એક પરિવાર એવી ભાવના સાથે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 માં ક્લાયમેટ ચેન્જ સંબંધિત વર્કીંગ ગૃપની બેઠક ગુજરાતમાં યોજાવાની છે તેની પણ રૂપરેખા આપી હતી. આ અમૃતકાળને પર્યાવરણ પ્રિય વિકાસથી અને ગ્રીન ગ્રોથથી અમૃતમય બનાવવા સૌના સામુહિક પ્રયાસો માટે અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top