Gujarat Main

પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસ પરત ખેંચવા અંગે CM પટેલે કહી આ મહત્વની વાત

ગાંધીનગર : ખોડલધામના પ્રમુખ અને પાટીદાર(Patidar) સમાજના આગેવાન નરેશ પટેલ (Naresh patel), PAAS આગેવાન અને અન્ય પાટીદારો ગાંધીનગર(Gandhinagar) ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાટીદાર આંદોલન સમયના પ્રશ્નો અને પાટીદાર સમાજ પર થયેલા કેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા સહિતના અગ્રણીયો હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠક 45 મિનિટ સુધી ચાલી હતી. પાટીદાર અગ્રણીઓએ સીએમ સમક્ષ પાટીદાર સમાજ પર થયેલા કેસ પરત ખેંચવા રજૂઆત કરી હતી. સીએમ પટેલ દ્વારા પાટીદાર આંદોલનના સમયે થયેલા રાજદ્રોહના તમામ કેસો પરત લેવાની બાહેંધરી આપી છે.

PAAS આગેવાન દિનેશ બાંભણીયા આ બેઠક અંગે જણાવ્યું હતું કે આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવા અંગે ખાત્રી આપી હતી અને યુવાનોને હેરાનગતિ કરવામાં નહી આવે તેવી પણ બાંહેધારી આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે શહિદ પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવા અંગે પણ બાંહેધારી આપવામાં આવી હતી. સીએમ દુબઇથી પરત આવશે એટલે અધિકારીઓ સાથે બેઠક યોજશે.

બાંભણીયા આ અંગે વધુ જણાવતા કહ્યુ કે અગાઉની સરકારમાં ઘણા કેસ પરત ખેંચાયા છે. હવે પછીમી બેઠકમાં સમયમર્યાદા વિશે ચર્ચા કરીશું. આ બેઠકમાં 28 જેટલી એફઆઈઆરનું સમાધાન થયું છે, 3 રાજદ્રોહના કેસ છે, 9 શહિદ પરિવારને નોકરી આપવાની ખાત્રી આપવામાં આવી છે. 485 ફરિયાદ હતી તેમાં 228 ફરિયાદ વિડ્રોઅલ થઇ છે. બાકીના કેસો પરત ખેંચવાની પ્રક્રિયા અટવાઇ છે. 146 કેસોની યાદી અમે લઇને આવ્યા છીએ. આંદોલન સમયના 3 ઇજાગ્રસ્તોને વળતરની માંગણી કરી છે. 

સરકાર સાથે બેઠક પહેલા નરેશ પટેલે કહ્યું હતું કે મને કોઈ રાજકારણમાંથી ઓફર આપવામાં આવી નથી, અને આ કેસોની સ્થિતિ જોતા સરકારને 2થી 3 મહિનાનો સમય આપવો પડે, તો અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી પાસે આશા છે કે નવા કેસોનો ઉકેલ લાવવામાં આવશે અને શહીદ પરિવારને નોકરી આપવામાં આવશે. ગુજરાત પ્રમુખ સી.આર.પાટીલ અગાઉ રાજકોટના પ્રવાસ દરમિયાન નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ અગાઉ પણ સરકારે આંદોલનના 78 જેટલા કેસ રદ્દ કર્યા છે. અને સરકાર એ દિશા પણ કામ કરી રહી છે. નરેશ પટેલ અને સીએમની મુલાકાત બાદ કેસ પરત ખેંચવાની કામગીરી ઝડપથી કરવામાં આવશે.

Most Popular

To Top