Charchapatra

કલાયમેટ ચેન્જ

બ્રિટીશ યુનિવર્સિટીના સંશોધકોના કલાયમેટ ચેન્ય નામના જર્નલમાં તાજેતરમાં એક રીસર્ચ લેખ પ્રસિદ્ધ થયેલ છે જેમાં આપણા દેશને ચેતવણી આપતા જણાવવામાં આવેલ છે કે આપણા દેશમાં માત્ર ત્રણ ડીગ્રી તાપમાનનો વધારો થશે તો હિમાલય 90 ટકા સૂકાઇ જશે, પાણીની ગંભીર અછત સર્જાશે અને ભૂખમરાની સ્થિતિ સર્જાશે અને 21 ટકા ખેતીની જમીન બિનઉપજાઉ બની જશે. આપણા દેશમાં આજે વધતા જતા હીટ સ્ટ્રેસ (તાપમાન)નો અનુભવ થઇ રહેલ છે ત્યારે આ આગાહી દેશ માટે ચિંતાજનક છે જેનાથી સરકારોએ તેમજ દેશવાસીઓએ યોગ્ય પગલાઓ સત્વરે લેવાની જરૂર છે.

જો આવી સ્થિતિ નિવારવી હશે તો પેરિસ કરાર પ્રમાણે તાપમાનને સરેરાશ દોઢ ડીગ્રી નીચે લાવવાના પ્રયાસો સત્વરે શરૂ કરવા પડશે. આ રીસર્ચનું નેતૃત્વ કરનારા પ્રોફેસર ડો. રેશેલ વોરેને જણાવેલ છે કે ત્રણ ડીગ્રી તો દૂરની વાત છે, જો દોઢ ડીગ્રી સુધી પણ વધારો થશે તો પણ ભારતમાં બહુ મોટી આડઅસરો થશે. વિશ્વમાં આજે નુકશાનકારક રશિયા-યુક્રેનના ગંભીર યુદ્ધને બે વર્ષ પૂર્ણ થયેલ છે અને ઇઝરાયેલ-હમાસ ગંભીર યુદ્ધ પણ ચાલી રહેલ છે ત્યારે વિશ્વમાં આજે કલાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્નીંગનો જ અતિશય ગંભીર પ્રશ્નો ઉભા થયેલ છે તે નિવારવા સરકારના સ્તરે પ્રયત્નો હવે જરૂરી હોય એમ લાગે છે. કલાયમેટ ચેન્જની થનાર નીચેની અસરોથી હવે સર્વેએ સચેત થવાની જરૂર છે. યુનોના જણાવ્યાનુસાર કલાયમેટ ચેન્જની વધતી ગરમીની સૌથી વધુ વિપરીત અસર બાળકો પર થનાર છે.

કલાયમેટ ચેન્જના કારણે છેલ્લા 50 વર્ષમાં ભારતના 1.3 લાખ સહિત વિશ્વના કુલ 20 લાખ નાગરિકોએ જીવ ગુમાવેલ છે. કલાયમેટ ચેન્જના કારણે વધતા તાપમાનથી ભારત, પાકિસ્તાન અને નેપાળમાં ઘરેલુ હિંસા વધેલ છે. અમેરિકી સંશોધકોના સ્ટડી અનુસાર કલાયમેટ ચેન્જથી માનવ મગજ 10.3 જેટલુ નાનુ બનેલ છે. કલાઇમેટ ચેન્જના વધતા તાપમાનને રોકવા વૃક્ષોનું નિકંદન રોકવાની જરૂર છે. વિકાસને નામે જે વૃક્ષો કપાઇ રહ્યા છે અને વધુ વૃક્ષો પૂરા વવાતા નથી. જેના પરિણામે તાપમાન વધે છે. કલાયમેટ ચેન્જને કારણે ગરમી વધે છે એમ ઠંડી વધે છે અને વરસાદ ધારણ કરતા વધુ કે ઓછો થાય છે જેના માટે જે તે દેશોની સરકારોએ તેમજ નાગરિકોએ સત્વરે યોગ્ય પગલા લેવાની જરૂર છે.
અમદાવાદ                  – પ્રવિણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top