World

ચીનમાં કોરોનાના વધતા કહેર વચ્ચે આ વસ્તુ ખરીદવા માટે લાગી ભારે ભાગદોડ…

નવી દિલ્હી : ચીનમાં (China) કોરોનાએ ફરી તેનો કહેર વર્તાવ્યો છે. બદલાતા વાયરસના (virus) નવા સબ વેરિયેન્ટ (Sub variant) વચ્ચે લોકોની હાલત કફોડી થઇ ચુકી છે. આહી લોકોના ટપોટપ મોત થઇ રહ્યા છે. અને હોસ્પિટલોમાં (Hospitals) પણ હવે દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા નથી બચી. ફરી એક વાર પેદા થયેલી આવી વાયરસ જન્ય સ્થિતિ સામે ત્યાની સરકારે પણ ઘૂટણીયા ટેકી દીધા છે. હવે ચીનની પ્રજા જાતેજ તેમની સુરક્ષાના પગલા લઇ રહી છે અને આ માટે તેમને હવે એક માત્ર વિકલ્પ દેખાઈ રહ્યો છે અને તે છે તેમની પોતાની ઇન્મ્યુંનીટી. કોરોનાના કહેર વચ્ચે ચીનના કેટલાય શહેરોમાં હવે લોકો લીંબુ ખરીદવા માટે તો રીતસરની હરીફાઈ લગાવી રહી છે. જોકે કોરોના નિયંત્રણના મામલામાં ચીને ઘણી ઢીલાસ વર્તી હતી. જેની સામે હવે લોકો નેચરલ ઉપાય તરફ વળી રહ્યા છે. બીજી બાજુ ચીનમાં ફ્લુ અને કોલ્ડ ફીવરની દવાની પણ ભારે ઉણપ જોવા મળી રહી છે. હવે લોકોને એકજ વિકલ્પ દેખાઈ રહ્યો છે તે છે કુદરતી ઈલાજ.લીંબુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોઈ છે જેથી લોકો તેની તરફ વળ્યા છે પણ ભારે માંગને કારણે હવે લીંબુની પણ ભારે માત્રામાં ઉણપ દેખાઈ રહી છે. બજારોમાં અચાનક વર્તાઈ રહેલી ખોટને લઈને લોકો હેરાન પરેશાન છે.

ગયા અઠવાડિયે લગભગ 20 થી 30 ટન લીંબુ વેચ્યા હતા
ચીનના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રના સિચુઆન પ્રાંતના લીંબુ ખેડૂતે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં લીંબુનું વેચાણ ઘણું વધી ગયું છે. તેણે કહ્યું કે ગયા અઠવાડિયે તેણે દરરોજ લગભગ 20 થી 30 ટન લીંબુ વેચ્યા હતા જ્યારે અગાઉ તે માત્ર 5 થી 6 ટન લીંબુ વેચી શકતો હતો. વેઈન લગભગ 130 એકરમાં લીંબુનું ઉત્પાદન કરે છે. વેને કહ્યું કે બેઇજિંગ અને શાંઘાઈ જેવા શહેરોમાંથી લીંબુની માંગ આવી રહી છે, જેઓ શરદી અને ફ્લૂની દવાની અછતથી પીડાઈ રહ્યા છે. જ્યાં લોકો રોગચાળા સામેની લડાઈમાં તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સીથી ભરપૂર ખોરાક ખરીદવા માટે ઉત્સુક છે.

કિંમતમાં લગભગ બમણો વધારો થયો
લીંબુના અન્ય ખેડૂત જણાવે છે કે છેલ્લા ચાર-પાંચ દિવસમાં લીંબુના ભાવમાં પણ વધારો થયો છે. લ્યુએ કહ્યું કે તે દેશભરમાંથી લીંબુની માંગને પહોંચી વળવા માટે દિવસમાં 14-14 કલાક કામ કરે છે. તેમણે કહ્યું કે કોવિડની વર્તમાન લહેર પહેલા લીંબુની કિંમત 4 થી 6 યુઆન પ્રતિ કિલો હતી. જે વધીને 12 યુનિટ થયા છે.

અન્ય ફળોનું વેચાણ પણ ખુબ જ મોટી માત્રામાં વધ્યું
ચીનના સ્થાનિક મીડિયા અનુસાર ખેડૂતો હવે તાજા ફાળોનું ઉત્પાદન અને વેચાણ તરફ વધ્ય છે.જેમાં નારંગી અને નાશપતી સહિતના અન્ય ફળોનું વેચાણ પણ ઝડપથી વધી રહ્યું છે. હકીકતમાં કેટલાક ચીની નાગરિકો માને છે કે ઠંડા અને મીઠા ફળો બીમારીમાં ભૂખ સુધારી શકે છે તેથી તૈયાર પીળા પીચની માંગ પણ ઝડપથી વધી છે. એક રિપોર્ટ અનુસાર, અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડની માલિકીની કંપની તાજા ફાળોના ઉત્પાદનના વેચાણમાં લગભગ 900%નો વધારો થયો છે.

Most Popular

To Top