Gujarat

રાજ્યમાં એકાએક એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની ડિમાન્ડ વધી

અમદાવાદ: ભારતમાં ઈન્ફ્લૂએન્ઝા H3N2ના (Influenza H3N2) કારણે 2 લોકોના મોત થયા છે. હરિયાણા અને કર્ણાટકમાંથી ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કર્ણાટકનાં દર્દીને તાવ, ગળામં ઈન્ફેકશન, ઉધરસ જેવા ગંભીર લક્ષણો નોંધાયા હતા. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં (Gujarat) પણ H3N2 ઇન્ફ્લૂએન્ઝા વાયરસનું (Virus) જોખમ જોવા મળી રહ્યું છે. માહિતી અનુસાર રાજ્યમાં એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાનું પ્રમાણ એકાએક વધી જતાં તંત્ર પણ ચિંતિત બન્યું છે.

ગુજરાતમાં હોળી બાદ વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના બે અલગ અલગ રાજ્યમાંથી ઈન્ફ્લૂએન્ઝા H3N2 વાયરસના કારણે મોત થતા ગુજરાતની પ્રજામાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની માંગમાં 25થી 30 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે જ કફસીરપની માગમાં પણ ધરખમ વધાકો થઈ રહ્યો છે. વાતાવરણમાં બદલાવ બાદ શરદી, ઉધરસ અને તાવના લક્ષણો દેખાતા દવાઓની માગમાં વધારો થયા છે. રાજ્યમાં ઝડપથી ફેલાતા વાયરલ ઈન્ફેક્શનથી ચિંતા વધી છે.

દવાઓનો 20થી 30 ટકાનો વધારો
ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે, છેલ્લા લગભગ 20થી 25 દિવસથી ફરીથી જાણે કોરોનાનો સમય આવ્યો હોય એવી રીતની વાયરસ ઇફેક્ટો થવા લાગી છે. લોકોમાં ગળાનું ઈન્ફેક્શન, શરદી અને તાવની ફરિયાદો વધી છે. પરંતપ વેકિસવ લીધેલી છે એટલે મોટી અસર દેખાતી નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કારણે એન્ટીબાયોટિક અને એન્ટીએલર્જિક દવાઓની માંગ વધી છે. આ સાથે જ કફસીરપની માંગમાં પણ વધારો જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું કે આ બધી દવાઓના વેચાણમાં લગભગ 25થી 30 ટકા જેટલો વધારો થયો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે લોકોના ઘરમાં જ ઉપાચર કરતા જોવા મળ્યા છે. કોરોનાકાળમાં લોકો વાયરસથી ઘણા ગભરાય ગયા હતા અને વેક્સિનની સાથે ઘરેલું ઉપચાર પણ કર્યા હતા. પરંતુ તેમણે જણાવ્યું કે એન્ટીબાયોટિક દવાઓ ડોક્ટરોને પૂછીને લેવી જોઈએ. હોંગકોગ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જ છે. લોકોને એવું હતું કે સિઝન બદલાય એટલે આવું થાય છે. જેવી રીતે વાયરલ ઈન્ફેક્શન ઘરના તમામ સભ્યોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે, તે ફરી કોરોના મહમારીની યાદ અપાવી રહ્યો છે.

Most Popular

To Top