World

કોરોના પછી પહેલીવાર દેશની બહાર નિકળશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

બેઇજિંગ: (Beijing) ચીનના (China) રાષ્ટ્રપતિ શી જીનપિંગ (President Xi Jinping) કોરોના મહામારી બાદ પહેલીવાર પોતાના દેશની બહાર નિકળશે. ચીનના અધિકારીઓ નવેમ્બરમાં દક્ષિણપૂર્વ એશિયામાં થનારી બેઠકો દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન (US President Joe Biden) સાથે પ્રથમ સામે-સામે શિખર સમ્મેલનનું આયોજન કરી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની સ્વ-શાસિત ટાપુની મુલાકાત પછી તાઇવાનને લઈને બંને દેશો વચ્ચે તણાવ હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. 25 વર્ષમાં ગૃહના સ્પીકરની આ પ્રથમ એવી મુલાકાત હતી. કારણ કે પેલોસીનો હેતુ તાઇવાનને ટેકો દર્શાવવાનો હતો જેને બેઇજિંગ પોતાનું માને છે. જો શી નવેમ્બરમાં દક્ષિણપૂર્વ એશિયાની યાત્રા કરે છે તો તે કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે લગભગ ત્રણ વર્ષમાં તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય યાત્રા હશે.

ઈન્ડો-પેસિફિક માટે વ્હાઇટ હાઉસના સંયોજક કર્ટ કેમ્પબેલે મીડિયાને જણાવ્યું હતું કે બિડેન અને જીનપિંગે તેમના તાજેતરના એક કોલ દરમિયાન સંભવિત વ્યક્તિગત મુલાકાત (Meeting) અંગે ચર્ચા કરી હતી. જોકે તે ક્યારે થશે અમારી પાસે તે અંગેની વધુ વિગત નથી. તેમણે એ પણ સંકેત આપ્યો હતો કે તાઈવાનની સ્થિતિ યુએસ માટે ચિંતાનું કારણ બની રહેશે. કોરોના પછી પહેલીવાર જિનપિંગ ચીન છોડીને બહાર જઈ રહ્યા છે. આ ઓપરેશનનો ધ્યેય સ્પષ્ટ છે. તાઇવાનને ડરાવવા અને દબાણ કરવા અને તેની સ્થિતિસ્થાપકતા ઘટાડવા આ કરાઈ રહ્યું છે. અધિકારીએ કહ્યું કે જો શી નવેમ્બરમાં દક્ષિણપૂર્વ એશિયાની યાત્રા કરે છે તો તે કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે લગભગ ત્રણ વર્ષમાં તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય યાત્રા હશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિડેન અને જિનપિંગની મુલાકાત થઈ શકે છે. જોકે તૈયારીઓ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેમાં ફેરફાર થઈ શકે છે. શી અને બિડેન વચ્ચેની બે શિખર બેઠકોમાંથી એક બેઠક શક્ય છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં બિડેને પદ સંભાળ્યું ત્યાર બાદ ગયા મહિને બંને નેતાઓએ તેમનો પાંચમો કૉલ કર્યો હતો. તાઇવાનને લગતા અસ્થિર કૃત્યો તરીકે તેઓ જે જુએ છે તે અંગે એકબીજાને ચેતવણી આપતી વખતે તેઓએ સામ-સામે મળવાના મૂલ્ય વિશે પણ ચર્ચા કરી અને તેમની ટીમોને આમ કરવા માટે પરસ્પર સંમત સમય નક્કી કરાવા જણાવ્યું. અમેરિકી પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી.

Most Popular

To Top