Science & Technology

ચીને વિશ્વનો પ્રથમ આવો રોકેટ લોન્ચ કરી રચ્યો ઇતિહાસ, તેના વિરોધી અમેરિકાને પછાડ્યું

ચીન: ચીનની (China) એક ખાનગી કંપનીએ આજે એટલે કે 12 જુલાઈ 2023ના રોજ દુનિયાનું (World) પહેલું આ પ્રકારનું રોકેટ (Rocket) લોન્ચ કર્યું છે. જે મિથેન-લિક્વિડ ઓક્સિજન રોકેટ છે. અમેરિકા (America) પણ આવા રોકેટ બનાવવાની કોશિશ કરી રહ્યું હતું પરંતુ ચીને આ રમત જીતી લીધી. આ રોકેટને ચીને સવારે ઉત્તર-પશ્ચિમ ચીનના જીયુક્વાન સેટેલાઇટ સેન્ટરથી લોન્ચ (Launch) કર્યું હતું. આ રોકેટનું નામ ઝુક-2 કેરિયર રોકેટ (Zhuque-2 Carrier Rocket) છે. રોકેટે નિર્ધારિત ધોરણો અનુસાર તેના તમામ લક્ષ્યો પૂર્ણ કર્યા હતા. બેઇજિંગ સ્થિત ખાનગી સ્પેસ કંપની લેન્ડસ્પેસ દ્વારા આ બીજો પ્રયાસ હતો. જેમાં તેને સફળતા મળી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

આ પ્રક્ષેપણ સાથે હવે ચીન અમેરિકાથી અંતરિક્ષ પ્રક્ષેપણના મામલે આગળ વધી ગયું છે. ઉપરાંત તે સ્પેસએક્સના માલિક એલોન મસ્ક અને બ્લુ ઓરિજિન ચીફ જેફ બેઝોસ કરતાં પણ આગળ નીકળી ગયો છે. એટલે કે મિથેનનો ઉપયોગ કરીને રોકેટ લોન્ચ કરનાર ચીન પહેલો દેશ બન્યો છે. જેના કારણે પ્રદૂષણ ઓછું થાય છે. તે સસ્તું છે. તેનો ફરીથી ઉપયોગ કરી શકાય તેવા રોકેટમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

લેન્ડસ્પેસ એ ચીનની બીજી કંપની છે જેણે લિક્વિડ-પ્રોપેલન્ટ સાથે રોકેટ લોન્ચ કર્યા છે. એપ્રિલમાં બેઇજિંગ સ્થિત તિયાનબિંગ ટેક્નોલોજીએ કેરોસીન અને ઓક્સિજન દ્વારા બળતણ ધરાવતા રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ એવા ઇંધણ છે જે કોઈપણ ફરીથી વાપરી શકાય તેવા રોકેટમાં રિફિલ કરી શકાય છે. પુનઃઉપયોગ કરી શકાય છે. ચીનમાં 2014થી ખાનગી સ્પેસ કંપનીઓ સક્રિય છે. આ વાત ત્યારે બની છે જ્યારે ચીનની સરકારે ખાનગી સ્પેસ કંપનીઓને આગળ આવવાનો મોકો આપ્યો હતો. લેન્ડસ્પેસ એ જ સમયની કંપની છે. તેને સંશોધન અને રોકેટ બનાવવા માટે ખૂબ જ સારું ભંડોળ મળ્યું.

Most Popular

To Top