Madhya Gujarat

કાલોલમાં તલાટી-મંત્રી મંડળ દ્વારા સામુહિક રીતે પેનડાઉનની ચીમકી

કાલોલ: પંચમહાલ જીલ્લા તલાટી કમ મંત્રીના પ્રમુખ અને અન્ય તલાટીઓ ની હાજરીમાં તેઓના પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યુ હતુ. જે બાબતે  કોઇ નિરાકરણ ન આવતા આજ રોજ સોમવારે તાલુકા પંચાયત ખાતે સામૂહિક રીતે કાળી પટ્ટી ધારણ કરી વીરોધ પ્રદર્શન કરેલ તેઓના મુખ્ય પડતર પ્રશ્નો ૨૦૦૪/૦૫ ની નોકરીમાં સળંગ નોકરી ગણવા ,૨૦૧૬ બાદ સળંગ નોકરી ગણવા, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી માં મર્જ કરવા, આંતર જિલ્લા ફેરબદલી, પંચાયત તલાટી અને અન્ય વિભાગની કામગીરી નહીં સોંપવા, એક ગામ તલાટી નું મહેકમ મંજુર કરવા, વિકાસ અધિકારી સહકાર તથા વિકાસ અધિકારી આંકડામાં પ્રમોશન આપવા, ઈ ટી એસ કે અન્ય ઉપકરણો દ્વારા કર્મચારીની હાજરીપૂરવાનો નિર્ણય રદ કરવા જેવી પડતર માંગો અંગે આવેદનપત્ર આપ્યું હતું તથા આમ માર્ગો ઉપર પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો સામુહિક પેન ડાઉન કરવા સુધીના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top