Gujarat

દાદા અને બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલીસ વચ્ચે ગાંધીનગરમાં મહત્ત્વની બેઠક

ગાંધીનગર: મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર શ્રીયુત એલેક્સ એલીસ (Mr. Alex Ellis) વચ્ચે સોમવારે ગાંધીનગરમાં (Gandhinagar) મહત્ત્વની બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં ભાજપને 156 જેટલી બેઠક મળ્યા બાદ શ્રીયુત એલેક્સ એલીસ ગાંધીનગર આવ્યા હતા.આ શુભેચ્છા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ તેમને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટની (G-20 Summit) 15 જેટલી વિવિધ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે તેની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટિશ હાઇ કમિશનરને તેમના આ ગુજરાત પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો. આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહભાગી થયા હતા.

મહાત્મા મંદિરમાં કુલ 10 બેઠક યોજાનાર છે
જી-20ની પ્રારંભિક બેઠક 22થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે. આ બેઠકમાં બિઝનેસ રિલેટેડ ચર્ચાઓ થશે. મહાત્મા મંદિરમાં કુલ 10 બેઠક યોજાનાર છે. પ્રારંભિક બેઠકથી જ આમંત્રિત મહેમાનોને ગુજરાતના આતિથ્ય સત્કારનો પરિચય થાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે.

ગુજરાતી વાનગીઓ રહેશે. ગુજરાતનો ઐતિહાસિક વારસો
બેઠકમાં ભાગ લેવા આવી રહેલા મહેમાનોને ગુજરાતના પરંપરાગત પોષાક જેમકે કુર્તા- પાયજામા, શાલ વગેરે આપવામાં આવશે જ્યારે મહિલા મહેમાનોને સાડી અપાશે. મહાત્મા મંદિરમાં મહેમાનોને પ્યોર વેજ ભોજન પીરસવામાં આવશે જેમાં ગુજરાતની ઓળખ સમાન ગુજરાતી વાનગીઓ રહેશે. ગુજરાતનો ઐતિહાસિક વારસો, સ્થાપત્ય, કલા અને પ્રાચિન સંસ્કૃતિને આવરી લેતા કાર્યક્રમો પણ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતની વિરાસતની ઝાંખી કરાવવા માટે આ કાર્યક્રમો મહેમાનો સમક્ષ રજૂ કરવામાં આવશે.

Most Popular

To Top