Dakshin Gujarat

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી 40 ટ્રેન બેથી અઢી કલાક મોડી દોડી રહી છે, 4 તો રદ થઈ ગઈ

અંકલેશ્વર: ભરૂચ (Bharuch) અને અંકલેશ્વર (Ankleshwar) વચ્ચે સોમવારે સાંજે ઓવરહેડ વાયર (over head wire) તૂટી (brakege) પડવાની ઘટનાને પગલે મુંબઈ-અમદાવાદ (Mumbai-Ahemdabad) વચ્ચેનો ટ્રેન વ્યવહાર (train ruts) 15 કલાકથી (15 hours) વધુ સમય સુધી ડિસ્ટર્બ (disturbed) રહ્યો હતો. આજે બીજા દિવસે મંગળવારે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી 40 જેટલી ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતા બેથી અઢી કલાક મોડી (late) દોડી રહી હતી, જ્યારે 4 ટ્રેનોને રદ (cancel) કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

વેસ્ટર્ન રેલવેના (western railways) સુરત સ્થિત પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર ભરૂચ-અંકલેશ્વર વચ્ચે સર્જાયેલી તકનીકી (technical) ખામીને સુધારી લેવામાં આવી છે અને આજે સવારે 8 વાગ્યા બાદથી ટ્રેન વ્યવહારને નિયમિત (continue) કરવાના પ્રયાસો આરંભી દેવાયા છે. દરમિયાન ટ્રેનો મોડી દોડતી હોવાના લીધે ડેઈલી અપડાઉન કરતા મુસાફરો (passengers) સહિત લાખો મુસાફરોને આજે સવારથી જ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ, સુરત, વાપી વચ્ચેના સ્ટેશનો પર મોટી સંખ્યામાં નોકરિયાતો એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર ટ્રેન મારફતે અપડાઉન કરતા હોય છે, તેઓએ વિકલ્પ શોધવાની જરૂરિયાત ઉભી થઈ હતી.

ઓવરહેડ વાયર તૂટી પડતા ખોરવાયો રેલ વ્યવહાર
મળતી માહિતી મુજબ લગભગ બે દિવસ પહેલા કીમ પાસે ટ્રેક પર કોઈ ટ્રેન નો ભાગ બે પાટા વચ્ચે ફસાઇ ગયો હતો જેના કારણે પ્રીમિયમ ટ્રેનો સહિત ની ટ્રેનો ને બીજા સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી અને ગતરોજ સાંજે 7.58 વાગ્યા ના સુમારે દાદર અજમેર એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડે અંકલેશ્વર-ભરૂચ સ્ટેશન માસ્ટર ને માહિતી આપી હતી જેમાં તેમણે અંકલેશ્વર-ભરૂચ સેક્શન વચ્ચે ઓવરહેડ વાયર (OHE) 19.58 કલાકે તૂટી પડ્યો હોવાનું જણાવ્યું હતું. આ સૂચના મળતા રેલ્વે તંત્ર તરત જ હરકત માં આવી ગયું હતું અને રેલ્વે ના પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગ ને જાણ કરવામાં આવતા વિભાગ દ્વારા યુદ્ધ ના ધોરણે સમારકામ શરૂ કરાયું હતું. વાયર તુટી પડવા ની ઘટના બનતાં રેલ્વે દ્વારા ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ભરૂચ ખાતે રોકવામાં આવી હતી અને બીજી ટ્રેનો ને જેતે સ્ટેશને થંભાવી દેવામાં આવી છે. હાલ યોજનાબદ્ધ રીતે સ્થગિત ટ્રેનોને પોતાના અનુગામી સ્ટેશનો સુધી પહોંચવા માટેની વ્યવસ્થા રેલવે દ્વારા કરવામાં આવી રહી છે જેથી યાત્રીઓને વધુ સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ ટ્રેનો રદ કરવામાં આવી
અંકલેશ્વર ભરૂચ વચ્ચે રેલ્વેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો હતો જેને પગલે કેટલીય ટ્રેનોને જેતે સ્ટેશન પર થોભી દેવામાં આવી હતી. હાલ તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ કેટલીક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. જેમાં ભરૂચથી સવારે 6:00 વાગ્યે ઉપડતી ટ્રેન નં. 09299 (ભરૂચ – આનંદ) ને તારીખ 1 ઓક્ટોબરના રોજ રદ્દ કરવામાં આવી છે. વલસાડથી ઉપડી વડોદરા જતી ટ્રેન નં. 09161 (વલસાડ-વડોદરા) હાલ સુરત સ્ટેશન પર થોભી દેવામાં આવી છે. ભરૂચથી સવારે 6:55 વાગ્યે સુરત માટે દોડતી ટ્રેન નં. 09172 (ભરૂચ- સુરત)ને તારીખ 1 ઓક્ટોબર માટે રદ્દ કરવામાં આવી છે. ટ્રેન નં. 09156 (વડોદરા-સુરત) વડોદરાથી સવારે 5:45 મિનિટે રવાના થતી ટ્રેનને પણ આજ રોજ માટે રદ્દ કરવામાં આવી છે.

રેલવે તંત્ર દ્વારા યુદ્ધ ધોરણે કરાયું સમારકામ
સવારે 07:58 કલાકે ઓવર હેડ વાયરની તૂટી પાડવાની માહિતી મળતાની સાથે જ તંત્ર સભાન બન્યું હતું અને ટ્રેનનો રૂટિન ન ખોરવાય તે માટે યુદ્ધ ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આસપાસના સ્ટેશનને પણ ઘટના વિષે સમયસૂચકતા જાળવી માહિતગાર કરવામાં આવ્યું હતું જેથી કોઈ અગમનીય ઘટના ન બને. ગણતરીના સમયમાં ઓવર હેડ વાયર તૂટી પાડવાના લીધે થયેલ તમામ મુશ્કેલીઓને દૂર કરી લાઈન ક્લીઅર કરવામાં આવી હતી અને રેલવે તંત્ર મુજબ હવે ટ્રેનની અવર-જવર ફરી સામાન્ય રીતે થશે.

Most Popular

To Top