Entertainment

#BoycottRakshaBandhanMovie: અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ પર કાળાં વાદળો મંડરાઈ રહ્યાં છે

મુંબઈ: આમીર ખાનના (Aamir Khan) ડ્રીમ પ્રોજેક્ટ પર લાલ સિંહ ચઢ્ઢા (Lal Singh Chadha) ફિલ્મ (Film) રીલીઝ પહેલા જ તેને બોયકોટ (Boycott) કરવાની માંગ ઉઠી રહી છે. સોશ્યલ મીડિયા (Social Media) પર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ (Trend) ચાલી રહ્યું છે. લાલ સિંહ ચઢ્ઢા સાથે હવે અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પર સંકટના કાળા વાદળો મંડરાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ટ્વિટર પર ફિલ્મના રાઇટર કનિકા ઢીલ્લનને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તેના જૂન ટ્વિટ પણ વાયરલ થઈ રહ્યા છે. #BoycottLaalSinghChaddha સાથે હવે #BoycottRakshaBandhanMovie પણ હાલ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુઝર્સનું કહેવું છે કે કનિકા ઢીલ્લને હિન્દુ સંસ્કૃતિ સામે વિવાદિત વાત કહી છે. આ સાથે મોદી સરકાર પર પણ કટાક્ષ કર્યા હતા. સો.મીડિયા યુઝર્સ અક્ષય કુમારના જૂના વીડિયો શોધીને શૅર કરે છે અને તેની પર હિંદુ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે.

અક્ષય કુમાર છેલ્લાં કેટલાંક સમયથી ટ્રોલર્સના નિશાને આવ્યા છે. ફિલ્મ રિલીઝ પહેલાં યુઝર્સે અક્ષયના જૂના વીડિયો અંગે વાત કરી હતી. આ વીડિયોમાં અક્ષયે મંદિરનો અર્થ સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું, ‘કોઈએ મને મંદિરનો અર્થ સમજાવ્યો હતો. ‘મન અંદર’ એટલે કે મનની અંદર. ભગવાન આપણી અંદર છે. આપણે ક્યાંય જવાની જરૂર નથી. પૂછવાની પણ જરૂર નથી કે તે ક્યાં છે.’ અન્ય એક ક્લિપમાં અક્ષય કુમારે શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું, ‘શિવલિંગ પર દૂધ ચઢાવીને કેમ ખોટો બગાડ કરવો? તે દૂધ વહી જાય છે અને બગાડ થાય છે. જો આ જ દૂધ કોઈ ગરીબને આપવામાં આવે તો તેનો સારો ઉપયોગ થશે.’ અક્ષય કુમારના આ પ્રકારના વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે એક્ટરને બોલિવૂડનો સૌથી ચાલાક ને દંભી એક્ટર કહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કનિકાએ ગૌમાતાનો કે જેઓને લોકો માતા તરીકે પૂજે છે તેમનો મજાક બનાવ્યો છે. જેના કારણે તેઓ પણ ટ્રોલ થઈ રહ્યાં છે.

જણાવી દઈએ કે અક્ષય કુમારની આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, અક્ષય કુમાર, દીપિકા ખન્ના, સ્મૃતિ શ્રીકાંત, સાદિયા ખતીબ, સહેઝમીન કૌર તથા સીમા પાહવા છે. આ ફિલ્મમાં ચાર બહેનો અને ભાઈના પવિત્ર પ્રેમની વાત કરવામાં આવી છે. ફિલ્મને આનંદ એલ રાયે ડિરેક્ટ કરી છે.

Most Popular

To Top