Entertainment

‘કુશી’નું ટ્રેલર રીલિઝ થતા જ થયું વાયરલ, વિજય દેવરાકોંડા અને સામંથાની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળશે

મુંબઇ: વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) અને સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) સ્ટારર ‘ખુશી’ (Kushi)નું બહુપ્રતિક્ષિત ટ્રેલર (Trailer) રિલીઝ થઈ ગયું છે. જ્યારથી સમન્થાએ કામમાંથી બ્રેકની જાહેરાત કરી છે, ત્યારથી દરેક વ્યક્તિ એ જોવાની રાહ જોઈ રહી છે કે તે ક્યારે મોટા પડદા પર જોવા મળશે. તે જ સમયે વિજય પણ લાઇગર મૂવી પછી સ્ક્રીન પરથી ગાયબ છે. આ ફિલ્મમાં બંને વચ્ચેની ડ્રામેટિક લવસ્ટોરી જોવા મળશે.

આ ફિલ્મ બ્રેકની જાહેરાત કરતા પહેલા સામંથાની છેલ્લી ફિલ્મ છે. એટલા માટે ટ્રેલર લોન્ચ પ્રસંગે પણ અભિનેત્રી હાજર ન હતી. જ્યારે વિજય સહિત ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટ આ કાર્યક્રમમાં હાજર રહી હતી. ખરેખર સામંથા આ દિવસોમાં તેમની સારવારમાં વ્યસ્ત છે. શિવ નિર્વાણ દ્વારા લિખિત અને દિગ્દર્શિત અને માયથરી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત, આ ફિલ્મ 1લી સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં ‘પ્રેમ’ની ઉજવણી કરવા માટે તૈયાર છે.

ટ્રેલર એકદમ યુથફુલ છે, તેલુગુ મૂળની આ ફિલ્મને હિન્દીમાં પણ ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. કાશ્મીરના મેદાનોમાં ફરતી વખતે વિજય હિજાબ પહેરેલી સામંથા સાથે પ્રથમ નજરમાં જ પ્રેમમાં પડે છે. પરંતુ સામંથા બ્રાહ્મણ નીકળે છે, મુસ્લિમ નથી. બંનેના પરિવારજનો આ સંબંધને સ્વીકારવાનો ઇનકાર કરે છે. સામંથાના પિતા વિજય-સામંથાના લગ્નની ના પાડી દે છે અને કહે છે કે આ સંબંધમાં માત્ર દોષ છે. પરંતુ પ્રેમમાં ડૂબેલા આ કપલ પરિવારની વાત સાંભળવાનો ઇનકાર કરે છે અને ઘરેથી ભાગીને લગ્ન કરી લે છે, અને એવો દાવો કરે છે કે – પરિવારને સાબિત કરશે કે સંબંધ જાળવવા માટે પ્રેમ પૂરતો છે. ફિલ્મ ખુશી એ પછી આવેલી મુશ્કેલીઓ પર આધારિત છે.

વિજયની છેલ્લી રિલીઝ બિગ બજેટ પાન ઈન્ડિયા ફિલ્મ લાઇગર બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ સાબિત થઈ હતી. બીજી તરફ સામન્થાની શકુંતલમ પણ દર્શકોને થિયેટરોમાં ખેંચી શકી ન હતી. આવી સ્થિતિમાં ફિલ્મ ખુશી બંનેની કારકિર્દી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો કે ટ્રેલર જોઈને ચાહકોએ ફિલ્મને સુપરહિટ જાહેર કરી દીધી છે.

Most Popular

To Top